યુવતીની પજવણી બાબતે ઠપકો સહન નહિં થતાં બે મિત્રોને રિક્ષામાં લઇ જઇ હિંસક હુમલો

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
યુવતીની પજવણી બાબતે ઠપકો સહન નહિં થતાં બે મિત્રોને રિક્ષામાં લઇ જઇ હિંસક હુમલો 1 - image

વડોદરાઃ સમા વિસ્તારમાં યુવતીની પજવણી બાબતે ઠપકો આપતાં થયેલા ઝઘડાની અદાવત રાખી યુવતીના સબંધી સહિત બે મિત્રો પર હિંસક હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ બનતાં પોલીસે ગુનો નોંધ્યો છે.આ બનાવમાં સામે પક્ષે પણ અરજી આપવામાં આવી છે.પરંતુ મોડીસાંજ સુધી ગુનો નોંધાયો નથી.

સમા માં રહેતા સૌરવ સોલંકીએ કહ્યું છે કે,સમાના જવાહર નગરમાં રહેતા હિરેન બાબુભાઇને અગાઉ ઠપકો આપ્યો હોવાથી ઝઘડો થયો હતો.જેથી ગઇકાલે હિરેને મને ફોન કરી તું મને શોધે છે તેમ પૂછ્યું હતું.મેં તેને મારો મિત્ર શૈલેષ શોધે છે તેમ કહ્યું હતું.જેથી મેં શૈલેષને બોલાવી હિરેન સાથે વાત કરાવી હતી.

આ બનાવ બાદ હું અને શૈલેષ અકોટા ફરવા ગયા ત્યારે હિરેને ફોન કરી પંડયા બ્રિજ પાસે બોલાવ્યા હતા.જ્યાં હિરેન અને તેના સાગરીતોએ મને રવિની રિક્ષામાં બેસાડયો હતો અને શૈલેષને પણ માર મારી રિક્ષામાં બેસાડયા બાદ મહીસાગરમાં ફેંકી દેવાની ધમકી આપી હતી.

અમને બંનેને જવાહરનગર ખાતે લઇ જવાયા હતા અને ત્યાં તલવાર અને હોકી વડે હુમલો કર્યો હતો.પોલીસ આવી જતાં અમારો  બચાવ થયો હતો.આ ફરિયાદને આધારે સમા પોલીસે હિરેન  બાબુભાઇ,હર્ષ સોલંકી,રવિ સોલંકી,મુકેશ ઉર્ફે વાનો સોલંકી અને રોહન સોલંકી સામે ગુનો નોંધ્યો છે.


Google NewsGoogle News