ઢોરવાડો તોડતી વખતે મહિલા PSI પર હુમલો થતાં મહિલા કર્મીઓએ લાકડીઓ ઝુંટવી લીધી,5 પકડાયા
વડોદરાઃ ન્યુ વીઆઇપી રોડ વિસ્તારમાં આજે કોર્પોરેશન દ્વારા ઢોરવાડો દૂર કરવાની કામગીરી દરમિયાન પોલીસ પર હુમલાનો પ્રયાસ થતાં બે મહિલા સહિત પાંચની અટકાયત કરવામાં આવી હતી.
ન્યુ વીઆઇપી રોડ વિસ્તારમાં આજે સવારે કોર્પોરેશન દ્વારા ઢોરવાડો દૂર કરતી વખતે હરણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ બંદોબસ્ત જાળવી રહ્યો હતો.આ દરમિયાન બે મહિલા અને ત્રણ પુરૃષો એકાએક લાકડીઓ સાથે ધસી આવતાં કોર્પોરેશનના અધિકારીએ મહિલા પોલીસને બોલાવી હતી.
દરમિયાનમાં એક મહિલાએ પીએસઆઇ કે એચ રોયલાની વર્દીનો કોલર પકડી લીધો હતો અને ઝપાઝપી કરવા માંડી હતી.જેથી અન્ય મહિલા પોલીસ કર્મીઓએ લાકડીઓ ઝંુટવી લઇ કંકુબેન વિજયભાઇ ભરવાડ તેમજ તેમની સાથે જોમાબેન ગભરૃભાઇ ભરવાડ, વિજય સાજનભાઇ ભરવાડ,રણછોડ સાજનભાઇ ભરવાડ અને હિતેષ ઉર્ફે કિશન ગભરૃભાઇ ભરવાડની અટકાયત કરી હતી.હરણી પીઆઇ સંદિપ વેકરિયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.