Get The App

વડોદરા: ગરમીમાં અનેક વિસ્તારોમાં રસ્તા પરનો ડામર ઓગળવા લાગ્યો, અકસ્માતનો ભય

Updated: Apr 19th, 2024


Google NewsGoogle News
વડોદરા: ગરમીમાં અનેક વિસ્તારોમાં રસ્તા પરનો ડામર ઓગળવા લાગ્યો, અકસ્માતનો ભય 1 - image


વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં તાજેતરમાં રસ્તા પર રીકાર્પેટ કરવામાં આવ્યું હતું. જોકે ગરમીના પ્રકોપ સામે કાર્પેટનું ડામર પણ ટકી શક્યું નથી. રોડ પર ડામર ઓગળી જવાની ઘટના પ્રકાશમાં આવી છે. 

શહેરના અમિત નગર ઓવરબ્રીજથી રાત્રી બજાર તરફ જવાના માર્ગ પર તાજેતરમાં ભાજપના કોઈ નેતા આવનાર હોય રોડનું સરફેસિંગ કરીને તેના પર સીલકોટ કરવામાં આવ્યું હતું. જેમાં ડામરના મીશ્રણની રસ્તાને રીકાર્પેટ કરાયો હતો. રસ્તો છેલ્લા એક વર્ષથી ખાડા વાળો હતો. અહીં માઇક્રો ટનલીંગનું કામ પૂર્ણ કર્યા બાદ થિંગડા મારવામાં આવ્યા હતા. જોકે ભાજપના નેતા આવનાર હોય આખો રસ્તો નવેસરથી બની ગયો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. છેલ્લા બે ત્રણ દિવસથી આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેમ કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીએ પાલિકાની રોડ બનાવવાની કામગીરીની પોલ ખોલી દીધી હતી. મુખ્ય માર્ગ પર ગરમીના કારણે મટીરીયલમાં મિશ્રિત કરેલો ડામર ઓગળી ગયો હતો અને જેના કારણે વાહન ચાલકો સ્લીપ થઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

વડોદરા: ગરમીમાં અનેક વિસ્તારોમાં રસ્તા પરનો ડામર ઓગળવા લાગ્યો, અકસ્માતનો ભય 2 - image

ગેંડીગેટ રોડ મન્સૂરી મસ્જિદ લાડવાડા તરફ જવાના માર્ગે ડામર ઓગળતા વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડે છે ગમે ત્યારે અકસ્માત સર્જાય એવું લાગી રહ્યું છે તંત્રને રજૂઆત કરવા છતાં પણ કામગીરી થતી નથી.


Google NewsGoogle News