સિરપકાંડનું પગેરું વડોદરા સુધી આવતાં પોલીસ દોડતી થઇઃ900 સ્થળોએ સર્ચ

Updated: Dec 3rd, 2023


Google NewsGoogle News
સિરપકાંડનું પગેરું વડોદરા સુધી આવતાં પોલીસ દોડતી થઇઃ900 સ્થળોએ સર્ચ 1 - image

વડોદરાઃ વડોદરામાં નશીલી સિરપને શોધવા માટે પોલીસ કમિશનરે તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપતાં તેમણે જુદાજુદા સ્થળોએ સર્ચ શરૃ કર્યું છે.જેને પગલે શહેરભરની પોલીસે 900 થી વધુ સ્થળોએ સર્ચ કર્યું હતું.

ખેડાના સિરપકાંડમાં વડોદરા સુધી પગેરું આવતાં વડોદરા પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સંયુક્ત રીતે સર્ચ કરવામાં આવી રહ્યું છે.મોડીસાંજ સુધીમાં તમામ ઝાેનના ડીસીપી,એસીપી,એસઓજી,પીસીબી સહિતની ટીમો સર્ચ ઓપરેશનમાં કામે લાગી હતી.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે કહ્યું હતું કે,પાનપાર્લર,ગોડાઉન તેમજ અન્ય સ્થળોએ તપાસ ચાલી રહી છે.નશીલી સિરપ રાખવી ગંભીર ગુનો હોવાથી જે કોઇ પકડાશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


Google NewsGoogle News