વરસાદ શેરી ગરબાને ઓછો નડશે, ગરબાનો સમય લંબાતા શેરી ગરબા જામશે
વડોદરાઃ દૂરના વિસ્તારોમાં યોજાતા મોટા ગરબા, ખેલૈયાઓના મોંઘા પાસ,વરસાદ જેવા કારણોસર આગામી નવરાત્રીમાં શેરીઓના ગરબા રંગ જમાવે તેવો માહોલ સર્જાયો છે.
નવરાત્રી દરમિયાન મોટા ગરબાના આયોજકોને વરસાદનું વિધ્ન સતાવી રહ્યું છે.તો બીજીતરફ મોડી રાત સુધી ગરબા રમી શકાશે તેવી રાજ્યના ગૃહમંત્રીએ કરેલી જાહેરાતને કારણે શેરી ગરબાનું મહત્વ વધી જશે.
ભૂતકાળમાં વડોદરાના અનેક વિસ્તારોમાં પરોઢ સુધી શેરી ગરબા રમાતા હતા.હજી પણ શેરી ગરબાનું મહત્વ જળવાઇ રહ્યું છે.મોટા ગરબાના મોંઘા પાસ,દૂર પાર્કિંગ,ગરબા ગ્રાઉન્ડ પર ભીડ,વરસાદ જેવા કારણોસર આ વખતે શેરી ગરબાની ચમક વધશે.