ફોર્મ મંજૂર થતાં જ પાદરાના બળવાખોર ઉમેદવારે ભાજપ સાથે છેડો ફાડ્યો
વડોદરા,તા.18 નવેમ્બર 2022,શુક્રવાર
વડોદરા જિલ્લામાં ભાજપની સીટ પરથી બળવો કરનાર પૂર્વ ધારાસભ્ય દીનું મામાએ આજે અપક્ષ તરીકેનું ફોર્મ મંજૂર થયા બાદ ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું.
વડોદરા જિલ્લામાં પાદરા અને વાઘોડિયા સીટ પર ભાજપના બે પૂર્વ ધારાસભ્યોએ પક્ષમાંથી બળવો કરી અપક્ષ તરીકે ઉમેદવારી કરી હતી. જેને કારણે ભાજપના પ્રદેશ પ્રમુખે બળવાખોરો સામે પગલાં લેવાની ચીમકી આપી હતી.
જોકે ભાજપ દ્વારા કોઈ પગલા લેવામાં આવે તે પહેલા જ આજે પાદરાની સીટ પર અપક્ષ તરીકે ફોર્મ મંજુર થયા બાદ બળવાખોર ઉમેદવાર દિનેશભાઈ પટેલ ઉર્ફે દીનુ મામાએ પ્રદેશ ભાજપ પ્રમુખ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખી પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.