Get The App

ગાજરાવાડી રોડ પહોળો કરવાની કામગીરીના ભાગરૂપે વોર્ડ નં. 15-16માંથી દબાણોનો સફાયો

Updated: Feb 8th, 2024


Google NewsGoogle News
ગાજરાવાડી રોડ પહોળો કરવાની કામગીરીના ભાગરૂપે વોર્ડ નં. 15-16માંથી દબાણોનો સફાયો 1 - image


વડોદરા, તા. 08 ફેબ્રુઆરી 2024 ગુરૂવાર

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ગાજરાવાડી- ગણેશ મંદિર નો રોડ ૬૦ ફૂટ પહોળો કરવાનો હોવાથી ગાજરાવાડી- ગણેશ મંદિર આસપાસ સહિત પાલિકાના વોર્ડ નંબર ૧૫ અને ૧૬માં ડી માર્ટ આસપાસના આંતરિક તથા જાહેર રોડ રસ્તા પર ઠેર ઠેર ખાણીપીણીની લારીઓ સહિત શેડ બાંધીને ફ્રૂટ તથા અન્ય ચીજ વસ્તુઓનો વેપાર ધંધો કરનારાઓનો રાફડો ફાટ્યો છે પરિણામે જાહેર અને આંતરિક રસ્તા ની પહોળાઈ ખૂબ જ ઓછી થઈ ગઈ છે પરિણામે વાહનચાલકોને વાહન હંકારવા સહિત ફૂટપાથ પર થયેલા દબાણના કારણે રાહદારીઓને પણ તકલીફ ભોગવી પડે છે અને અકસ્માતનો સતત ભય રહે છે. 

જ્યારે બીજી બાજુ ગાજરાવાડી ગણેશ મંદિરવાળો રોડ  ૬૦ ફૂટ પહોળો કરવાના કામને પાલિકા તંત્ર દ્વારા મંજૂરી મળી ગઈ છે અને કામ શરૂ થવાની તૈયારીમાં છે. જેની આગોતરી તૈયારીના ભાગરૂપે પાલિકાના વોર્ડ નં. ૧૫ - ૧૬માં આંતરિક અને જાહેર રોડ રસ્તા પર થયેલા ખાણી પીણી સહિત અન્ય લારી ગલ્લાના હંગામી દબાણો તથા શેર બાંધીને કરનારાના ગેરકાયદે દબાણ ઉપર પાલિકા તંત્રની દબાણ શાખા ની ટીમ ત્રાટકી હતી જેથી પાણી પીળીની લારીઓ શહીદ ગેરકાયદે દબાણ કરનારાઓમાં ભાગદોડ મચી ગઈ હતી પરિણામે સ્થાનિકોમાં અચરજ ફેલાયું હતું પરંતુ પાલિકાની દબાણ શાખા ટીમની કામગીરીથી સૌ કોઈ ખુશ થઈને તંત્રની કામગીરીને બિરદાવતા રહ્યા હતા. 

દરમિયાન દબાણ સહકારી ટીમે આ બંને વોર્ડના આંતરિક તથા જાહેર રોડ રસ્તા ના કાચા પાકા ગેરકાયદે દબાણનો સફાયો કરીને રોડ રસ્તા ખુલ્લા કર્યા હતા. આ કામગીરી દરમિયાન પાલિકા તંત્ર દ્વારા  સ્થાનિક પોલીસની પણ મદદ લેવામાં આવી હતી દબાણ શાખાની ટીમે કામગીરી દરમિયાન એક ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો.


Google NewsGoogle News