સમતા ગ્રાઉન્ડ પર દારૃની હાટડીઓ ચાલુ થઇઃક્રાઇમ બ્રાન્ચને 4 સ્કૂટરમાંથી દારૃની બાેટલો મળીઃબે પકડાયા 3 વોન્ટેડ
વડોદરાઃ ગોરવાના સમતા ગ્રાઉન્ડ પર ખુલ્લેઆમ સ્કૂટરો ગોઠવીને દારૃની ડિલિવરી આપવામાં આવતી હોવાની વિગતોને પગલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી ચાર સ્કૂટરમાંથી દારૃની બોટલો કબજે કરી બે ને ઝડપી પાડયા હતા.
સમતા ગ્રાઉન્ડ પર મોડી સાંજે જુદાજુદા સ્કૂટરો પાર્ક કરીને દારૃની ખુલ્લેઆમ ડિલિવરી આપવામાં આવતી હોવાની વિગતોને પગલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડયો હતો. પોલીસને જોતાં જ નાસભાગ મચી હતી.
પોલીસે ગ્રાઉન્ડ પરથી ચાર સ્કૂટર કબજે કરી બે યુવકોની અટકાયત કરી હતી.ચારેય સ્કૂટરમાંથી રૃ.૧૦ ઉપરાંતની કિંમતની દારૃની ૪૮ બોટલ મળી હતી.પોલીસે પાર્થ વિજયભાઇ દેસાઇ(વૈકુંઠ ફ્લેટ,સમતા) અને રાજ દિનેશભાઇ કઠેરિયા(ઋષિ નગર, ગોરવા)ને ઝડપી પાડતાં તેમની કબૂલાતને પગલે વિજેન્દ્ર કઠેરીયા, રાહુલ અને મનોજને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.પોલીસે ચાર મોબાઇલ અને રોકડા રૃ.૫૧૦૦ પણ કબજે લીધા હતા.
બાપોદના રૃ.5.67 લાખના દારૃના કેસનો વોન્ટેડ આરોપી જીગો પકડાયો
બાપોદ પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં રૃ.૫૭ હજારની કિંમતના દારૃ અને અન્ય સાધન મળી કુલ રૃ.૫.૬૭ લાખના દારૃનો કેસ કરવામાં આવ્યો હતો.જે ગુનામાં દર્શન મારવાડી પકડાયો હતો.તેની પાસેથી દારૃનો જથ્થો જિગ્નેશ ઉર્ફે જીગો મફતભાઇ માળી (પીળા વુડાના મકાનમાં,ખોડિયારનગર, ન્યુ વીઆઇપીરોડ)એ મંગાવ્યો હોવાની વિગતો ખૂલતાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.એસઓજીની ટીમે તેને ઝડપી પાડી બાપોદ પોલીસને સોંપવા તજવીજ કરી હતી.