Get The App

અમેરિકામાં નોકરી અપાવવાના બહાને ત્રણ લોકો પાસેથી 1.34 કરોડ પડાવનાર ઠગ એજન્ટની ધરપકડ

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
અમેરિકામાં નોકરી અપાવવાના બહાને ત્રણ લોકો પાસેથી 1.34 કરોડ પડાવનાર ઠગ એજન્ટની ધરપકડ 1 - image

image: Freepik

Vadodara Fraud Case : અમેરીકા નોકરી અપાવવાના બહાને ખોટા ડોક્યુમેન્ટ બનાવી વડોદરાના બે અને બોરસદ તાલુકાની મહિલા સહિત ત્રણ લોકો પાસેથી રૂપિયા 1.34 કરોડ પડાવી ઠગાઈ આચારનાર એજન્ટને પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપીની વધુ પૂછપરછ માટે પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતા 11 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. 

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આરસી દત્ત રોડ પર કુંજ બંગલોમાં રહેતા આરોપી હેમલ ઉર્ફે મેહુલ મહેંદ્રભાઇ પટેલ ગોરવા સર્કલ સારાભાઈ કેમ્પસમાં આઈટી પાર્કમાં નોટસ નામની ઓફિસ આવેલી હતી. અમેરિકામાં નોકરી માટેની ગુજરાત ન્યુજ પેપરમાં જાહેરાત આપી હતી. જેથી માંજલપુર વિસ્તારમાં રૂ.7,00,000 જેટલી રકમ પડાવી લીધી હતી. તે પૈકી રૂ.1,50,000 પરત આપી બાકીના રૂ.5,50,000 પરત કરતો ન હતો. યુવકે રૂપિયાની માંગણી કરતા બિભત્સ ગાળો આપી અને પૈસા નહી મળે તારાથી થાય તે કરી લેજે અને મારા હાથમાં આવશો તો તમારે જીવ ગુમાવવાનો વારો આવશે તેવી મને ધમકી આપતો હતો. ઉપરાંત આરોપીએ બોરસદ તાલુકામાં રહેતા સવિતાબેન પટેલ પરીવારના સભ્યોને અમેરીકા ખાતે નોકરી માટે વર્ક વિઝા અપાવવાના બહાને રૂ.1,25,00,000 તથા અન્ય સ્તંભ પાસે રહેતા સંધ્યાબેન વૈજાપુરકર પાસેથી રૂ.4,34,000 મળી રૂ.1,34,84,000 જેટલી રકમ મેળવી લીધી હતી. પરંતુ કોઈ અમેરિકાના વિઝા માટે પ્રોસેસ કરી ન હતી. ઉપરાંત રૂ.1,00,000 નો સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા સયાજીગંજ શાખાનો બનાવટી ખોટો પે-ઓડર આપી વિશ્વાસધાત છેતરપીંડી કરી હતી. જેની ફરિયાદ માંજલપુરના યુવકે ગોરવા પોલીસે સ્ટેશનમાં નોંધાવતા પોલીસે ઠગાઈનો ગુનો નોંધીને ગોરવા પોલીસની અલગ-અલગ ટીમ બનાવી આરોપી હેમલ ઉર્ફે મેહુલ મહેંદ્રભાઇ ઝડપી પાડયો હતો. તેની ધરપકડ કરીને વધુ પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરીને દિન-11ના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા.



Google NewsGoogle News