Get The App

અમે અહીંના દાદા છીએ..તેમ કહી હુમલો કરનાર નામચીન ફારૃક છાપરાની ધરપકડઃઅનેક ગંભીર ગુના નોંધાયા હતા

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
અમે અહીંના દાદા છીએ..તેમ કહી  હુમલો કરનાર નામચીન  ફારૃક છાપરાની ધરપકડઃઅનેક ગંભીર ગુના નોંધાયા હતા 1 - image

વડોદરાઃ રેલવે સ્ટેશન વિસ્તારમાં એક સપ્તાહ પહેલાં યુવક પર હુમલો કરવાના બનાવમાં સયાજીગંજ પોલીસે નામચીન ફારૃક છાપરાની ધરપકડ કરી છે.

રેલવે પ્લેટફોર્મ નંબર ૬ની બહાર ગઇ તા.૨ જીએ બનેલા બનાવ અંગે રાજેશ ચૌહાણે સલિમના છોકરા આરિફ અને ફારૃક છાપરા સામે ફરિયાદ નોંધાવી હતી.જેમાં હુમલાખોરે અમે અહીંના દાદા છીએ,તારે અહીં ઉભા રહેવું નહિ તેમ કહી લાકડી વડે હુમલો કર્યો હોવાનું કહ્યું હતું.

સયાજીગંજ પોલીસે આ બનાવમાં નામચીન ફારૃક છોટેમીયા શેખ(કમાટીપુરા, ફતેગંજ)ની ધરપકડ કરી છે.પોલીસના કહ્યા પ્રમાણે,ફારૃક છાપરા સામે ભૂતકાળમાં ખૂન, રાયોટિંગ,ખંડણી,આર્મ્સ એક્ટ જેવા ગુના નોંધાયા હતા.તે પાંચ વાર પાસા હેઠળ જેલમાં ગયો હતો અને એક વાર તડીપાર પણ કરાયો હતો.


Google NewsGoogle News