અનગઢ રોડ પર લોકોને અડચણ પડે તે રીતે કન્ટેનર મૂકીને ચાલ્યા ગયેલા ડ્રાઇવરની અટકાયત

Updated: Jan 5th, 2024


Google NewsGoogle News
અનગઢ રોડ પર લોકોને અડચણ પડે તે રીતે કન્ટેનર મૂકીને ચાલ્યા ગયેલા ડ્રાઇવરની અટકાયત 1 - image

વડોદરાઃ જવાહરનગર વિસ્તારમાં મુખ્ય માર્ગ પર લોકોને હેરાનગતિ થાય તે રીતે કન્ટેનર મૂકીને ચાલ્યા ગયેલા ડ્રાઇવરની પોલીસે અટકાયત કરી હતી.

અનગઢ-રામપુરા રોડ પર આવેલા ધવલ ગોડાઉન નજીક એક મોટું કન્ટેનર રોડ વચ્ચે મૂકી દેવામાં આવ્યું હોવાથી અવરજવર કરતા રાહદારીઓ અને વાહનચાલકોને અડચણ પડતી હતી.જેથી એક રાહદારીએ પોલીસને ફોન કર્યો હતો.

જવાહરનગર પોલીસની ટીમ પહોંચી ત્યારે પણ ડ્રાઇવર હાજર નહતો.જેથી પોલીસે વાહનોની આવજા કરાવી હતી.આ દરમિયાન ડ્રાઇવર આવી જતાં પોલીસે તેેની અટકાયત કરી ગુનો નોંધ્યો હતો.પકડાયેલા ડ્રાઇવરનું નામ દિલાવર રઝાકમોહંમદ તૈલી મનસુરી (અજમેર) હોવાનું ખૂલ્યું હતું.


Google NewsGoogle News