પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવનાર પિતા અને પુત્રની થયેલી ધરપકડ

નોટિસો આપવા છતાં હાજર નહી થતાં કોર્ટના વોરંટના આધારે ધરપકડ કરાઇ

Updated: Apr 4th, 2024


Google NewsGoogle News
પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવનાર પિતા અને પુત્રની થયેલી ધરપકડ 1 - image

વડોદરા, તા.4 વરણામા પોલીસ સ્ટેશનમાં જઇને ફરિયાદ દાખલ કરાવવા માટે હોબાળો મચાવી પીએસઆઇ સાથે બોલાચાલી કરનાર પ્રતાપનગર વિસ્તારના પિતા અને પુત્ર બંનેની આખરે કોર્ટના વોરંટના આધારે ત્રણ મહિના બાદ ધરપકડ કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ તા.૧૯ ડિસેમ્બરના રોજ વરણામા પોલીસ સ્ટેશનમાં મહેન્દ્ર રામબલી ઠાકોર તેમજ તેનો પુત્ર ચંદન (રહે.દત્તમંદિર પાછળ, રણમુક્તેશ્વરરોડ, પ્રતાપનગર) આવ્યા  હતાં અને ફરિયાદ દાખલ કરાવવા માટે હોબાળો મચાવ્યો હતો. બંનેએ પીએસઆઇ વી.જી. લાંબરીયા સાથે બોલાચાલી કરી જાહેરમાં અપમાનીત થાય તેવા શબ્દો ઉચ્ચારી સરકારી ફરજમાં અડચણ ઊભી કરી હતી. આ અંગે પોલીસ સ્ટેશનમાં બંને સામે એનસી ફરિયાદ દાખલ થઇ હતી.

દરમિયાન બંનેની પૂછપરછ કરવા માટે વરણામા પોલીસ દ્વારા નોટિસો આપવામાં આવતી હોવા છતાં બંને હાજર થતા ન હતાં જેથી પોલીસે કોર્ટમાંથી ધરપકડ વોરંટ મેળવ્યું હતું અને બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




Google NewsGoogle News