પ્રથમ લગ્ન છુપાવી બીજા લગ્ન કરનાર યુવકની ધરપકડ

યુવતી મોબાઇલમાં ફોટા જોઇ જતા ભાંડો ફૂટયો

Updated: May 24th, 2024


Google NewsGoogle News
પ્રથમ લગ્ન છુપાવી બીજા લગ્ન કરનાર યુવકની ધરપકડ 1 - image

વડોદરા,પ્રથમ લગ્ન છૂપાવી બીજા લગ્ન કરી છેતરપિંડી કરનાર યુવક સામે  પોલીસે ગુનો દાખલ કરી તેને ઝડપી પાડયો છે.

શહેરમાં રહેતી ૨૩ વર્ષની વિદ્યાર્થિની યુવતી ઢોલ ત્રાસા વગાડવાનું શીખવા માટે દર રવિવારે જતી હતી. તે દરમિયાન કુણાલ દિલીપરાવ વારકે ( રહે. ન્યૂ બગીખાના) ના પરિચયમાં આવી હતી. તેમની બંને વચ્ચે મિત્રતા થઇ હતી. એક દિવસ યુવતી કુણાલના મોબાઇલ ફોનમાં એક મહિલા અને બાળક સાથેનો તેનો ફોટો જોઇ ગઇ હતી. તે બાબતે તેણે યુવકને પૂછતા તે ઉશ્કેરાઇ  ગયો હતો. તેણે યુવતીને કહ્યું કે, આ મારી પત્ની અને બાળક છે. હું તેને છૂટાછેડા આપી દેવાનો છું. ત્યારબાદ છૂટાછેડા થયાનું જણાવી આરોપીએ યુવતી સાથે રજિસ્ટર મેરેજ કરી લીધા હતા. ત્યારબાદ  તે યુવતીને મહારાષ્ટ્ર લઇ ગયો હતો. જ્યાં યુવતીને છોડીને તે ભાગી ગયો હતો. જ ેઅંગે યુવતીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. પી.એસ.આઇ. બી.એમ. પરમારે આરોપીની ધરપકડ  કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News