મેડિકલમાં એડમિશનના બહાને ૮૦ લાખ પડાવી લેનાર મહિલા ડોક્ટરની ધરપકડ

અન્ય આરોપીઓ હજી પકડવાના બાકી : મહિલા ડોક્ટર આગામી ૧૨ મી તારીખ સુધી રિમાન્ડ પર

Updated: Apr 8th, 2024


Google NewsGoogle News

 મેડિકલમાં  એડમિશનના બહાને ૮૦ લાખ પડાવી લેનાર મહિલા ડોક્ટરની  ધરપકડ 1 - imageવડોદરા,શહેરના ડોક્ટરની  પુત્રીને પી.જી. મેડિકલમાં એડમિશન અપાવવાના બહાને  ૮૦ લાખ પડાવી લેવાના ગુનામાં મકરપુરા પોલીસે મહિલા ડોક્ટરની  ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી આગામી તા.૧૨ મી સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આ  ગુનામાં હજી અન્ય આરોપીઓને પકડવાના બાકી છે.

રાવપુરા ટાવર પાસે સ્વર હોસ્પિટલ  ધરાવતા અને સિંધવાઇ માતા રોડની નંદીગ્રામ સોસાયટીમાં રહેતા ડો.રાજેશ માર્કંડભાઇ રાણેની પુત્રીને પી.જી. મેડિકલમાં એડમિશન અપાવવાના બહાને ઠગ ટોળકીએ ૮૦ લાખ પડાવી લીધા હતા. મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસમાં  ડો.શુભાંગિનીબેન કુમારસીંગ સંપત (રહે.ગેટ વે વિલા, ગુડા રોડ, નાગોલ, હૈદરાબાદ), સિદ્ધાર્થ બસંતકુમાર ગેહલૌત (રહે. આદર્શ નગર, કેસારપુરા રોડ, જિ.શિરોહી, રાજસ્થાન) તથા તારાસીંગ ભૂપેન્દ્રપ્રરાત સિંગ (રહે. સ્વરૃપગંજ, ભવરી, જિ.શિરોહી, રાજસ્થાન) એ આગોતરા જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી.

 ફરિયાદી તરફે વકીલ પ્રવિણ ઠક્કર તથા પોલીસની રજૂઆત  ધ્યાને લઇને અદાલતે આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી. આ કેસમાં સામેલ મહિલા ડોક્ટર શુભાંગિનીબેન કુમારસીંગ સંપતની પોલીસે ધરપકડ કરી હતી. અન્ય આરોપીઓને પકડવા માટે તથા રૃપિયા રિકવર કરવા માટે આરોપીની કસ્ટડીની જરૃરિયાત હોવાથી પોલીસે મહિલા ડોક્ટરને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા કોર્ટે આગામી તા.૧૨ મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પોલીસે  આરોપીઓને નિવેદન લેવા માટે હાજર થવા કલમ ૪૧ મુજબની નોટિસ આપવા છતાંય તેઓ હાજર થયા નહતા. 


Google NewsGoogle News