વડોદરા જળબંબાકાર બન્યા બાદ કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં આવ્યું : વરસાદી કાંસ પરના 50 જેટલા ઝુંપડા દૂર કરાયા

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
વડોદરા જળબંબાકાર બન્યા બાદ કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં આવ્યું : વરસાદી કાંસ પરના 50 જેટલા ઝુંપડા દૂર કરાયા 1 - image

image : File photo

Vadodara Corporation : વડોદરા શહેરમાં તાજેતરમાં ભારે વરસાદને કારણે સમગ્ર શહેર જળબંબાકારની પરિસ્થિતિમાં અટવાઈ ગયું હતું. તેમાં અનેક જગ્યાએ વરસાદી કાંસ પરના ગેરકાયદે દબાણને લીધે વરસાદી પાણીનો નિકાલ નહીં થવાનું જણાઈ આવ્યું હતું. જેને ધ્યાનમાં રાખી વરસાદી કાંસફરના દબાણો તોડવાની શરૂઆત કરવામાં આવી છે.

રાજ્ય સરકારની સૂચના મુજબ આમ તો ચોમાસા દરમિયાન કોઈપણ ઝૂંપડા કે મકાન તોડી શકાય નહીં પરંતુ વરસાદી કાંસફરના આવા જે કોઈ દબાણો હોય તે તોડી શકાય છે. ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા આજે વરસાદી ટ્રાન્સફરના 50 જેટલા ઝુંપડા પર બુલડોઝર ફેરવી દીધું હતું.

વડોદરા કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ અને વોર્ડ નંબર બેના સ્ટાફે સંયુક્ત ઓપરેશનમાં સમા અભિલાષા ચાર રસ્તાથી સમા કેનાલ થઈ સમા ચાર રસ્તા સુધીના અંદાજે 50 જેટલા ઝૂંપડા દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. પાલિકા તંત્રએ અહીં ઉભા કરવામાં આવેલા ઝૂંપડાનો સામાન સહિતના દબાણો દૂર કર્યા હતા.


Google NewsGoogle News