વડોદરામાં આર્મીના હથિયારોનુ પ્રદર્શન : 38 કિમી સુધી પ્રહાર કરતી સ્વદેશી ધનુષ આર્ટિલરી ગન આકર્ષણનુ કેન્દ્ર બની

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
વડોદરામાં આર્મીના હથિયારોનુ પ્રદર્શન : 38 કિમી સુધી પ્રહાર કરતી સ્વદેશી ધનુષ આર્ટિલરી ગન આકર્ષણનુ કેન્દ્ર બની 1 - image

વડોદરા,તા.7 ઓક્ટોબર 2023,શનિવાર

ભારતીય સેનાની વડોદરા સ્થિત ઈએમઈ સ્કૂલ દ્વારા નો યોર આર્મી...શિર્ષક હેઠળ ભારતીય સેનાના વિવિધ પ્રકારના શસ્ત્રોનુ સતત બીજા વર્ષે પ્રદર્શન યોજવામાં આવ્યુ હતુ.

 સ્કૂલો અને કોલેજોના સેંકડો વિદ્યાર્થીઓ ઈએમઈ સ્કૂલ ખાતે યોજાયેલા પ્રદર્શનને નિહાળવા માટે ઉમટી પડયા હતા. આ પ્રદર્શનમાં ભારતીય સેના દ્વારા ઉપયોગમાં લેવાતી વિવિધ પ્રકારની રાયફલ્સ, મશિનગન, રોકેટ લોન્ચરથી માંડીને એન્ટી એરક્રાફ્ટ ગન, ફિલ્ડ ગન, મલ્ટીબેરલ રોકેટ લોન્ચર, રડાર, સરહદ પર સર્વેલન્સ માટે ઉપયોગમાં લેવાતા ઉપકરણો જેવા સૈન્ય સરંજામને રજૂ કરવામાં આવ્યો હતો. હથિયારો અંગે ભારતીય સેનાના જવાનો અને અધિકારીઓએ લોકોને જાણકારી આપી હતી અને તેમના તમામ સવાલોના જવાબ પણ આપ્યા હતા.

વડોદરામાં આર્મીના હથિયારોનુ પ્રદર્શન : 38 કિમી સુધી પ્રહાર કરતી સ્વદેશી ધનુષ આર્ટિલરી ગન આકર્ષણનુ કેન્દ્ર બની 2 - image

ઉલ્લેખનીય છે કે, ભારતીય સેના દ્વારા જે પણ ઉપકરણો વાપરવામાં આવે છે તેનુ મેન્ટેનન્સ, રિપેરિંગ કરવાની તાલીમ ઈએમઈ સ્કૂલ ખાતે આપવામાં આવે છે. ભારતીય સેનાના એન્જિનિયરો અહીંયા પ્રશિક્ષિત થાય છે.

આજના પ્રદર્શનમાં ભારતે અમેરિકા પાસેથી ખરીદેલી એમ-777 પ્રકારની અલ્ટ્રા લાઈટ હોવિત્ઝર, દેશમાં જ બનેલી ધનુષ આર્ટિલરી ગન આકર્ષણનુ કેન્દ્ર બની હતી.

ધનુષ આર્ટીલરી ગન કારગિલ યુધ્ધમાં તરખાટ મચાવનાર બોફોર્સ ગનનુ અપગ્રેડેડ વર્ઝન છે. જે દેશમાં જ બની રહી છે. 2019માં તેને આર્મીમાં સામેલ કરવામાં આવી હતી. તેની મહત્તમ રેન્જ 38 કિલોમીટરની છે. દર 30 સેકન્ડે તે  3 ગોળા ફાયર કરી શકે છે. દરેક ગોળાનુ વજન 50 કિલો હોય છે. જેની એક નંગ દીઠ કિંમત 80000 રૂપિયા જેટલી થવા જાય છે.

વડોદરામાં આર્મીના હથિયારોનુ પ્રદર્શન : 38 કિમી સુધી પ્રહાર કરતી સ્વદેશી ધનુષ આર્ટિલરી ગન આકર્ષણનુ કેન્દ્ર બની 3 - image

- પ્રદર્શનમાં કયા હથિયારો લોકોને જોવા મળ્યા

30 મીટર મોબાઈલ ટેલિસ્કોપિક માસ્ટઃ એક પ્રકારનુ મોબાઈલ ટાવર છે. જે યુધ્ધના મોરચે ઉભુ કરાયા બાદ 120 કિલોમીટર સુધીના વિસ્તારમાં થતી કોઈ પણ હિલચાલ પર નજર રાખી શકાય છે. ટ્રક પર ટાવર ઉભુ કરાતુ હોવાથી એક સ્થળેથી બીજા સ્થળે ખસેડી શકાય છે. દરેક ટાવરની કિંમત 1.9 કરોડ છે

પિનાકા મલ્ટી બેરલ રોકેટ લોન્ચરઃ ભારતમાં બનતુ આ હથિયાર 2009માં સેનામાં સામેલ થયુ હતુ. 42 સેકન્ડમાં 12 રોકેટ ફાયર થાય છે. 40 કિમી સુધી વાર કરી શકે છે. કોમ્પ્યુટરાઈઝડ ફાયર કંટ્રોલ સિસ્ટમથી સજ્જ છે. કિંમત 2.3 કરોડ છે.

વડોદરામાં આર્મીના હથિયારોનુ પ્રદર્શન : 38 કિમી સુધી પ્રહાર કરતી સ્વદેશી ધનુષ આર્ટિલરી ગન આકર્ષણનુ કેન્દ્ર બની 4 - image

સ્મર્ચ વેપન સિસ્ટમઃ રશિયન બનાવટની મલ્ટીપલ રોકેટ લોન્ચર સિસ્ટમ 2007માં ભારતીય સેનાને મળી હતી. તે 90 કિમી દુર સુધી પ્રહાર કરી શકે છે. ટ્રક પર માઉન્ટ હોવાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી ખસેડી શકાય છે. દરેક સિસ્ટમની કિંમત 4.5 કરોડ છે

એમ-777 અલ્ટ્રા લાઈટ હોવિત્ઝરઃ હળવા વજનની આ તોપ હેલિકોપ્ટર થકી પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. ડિજિટલ ફાયર કંટ્રોલ સિસ્ટમ ધરાવે છે. તેની રેન્જ 30 કિલોમીટરની છે.

વડોદરામાં આર્મીના હથિયારોનુ પ્રદર્શન : 38 કિમી સુધી પ્રહાર કરતી સ્વદેશી ધનુષ આર્ટિલરી ગન આકર્ષણનુ કેન્દ્ર બની 5 - image

લોરસ લોન્ગ રેન્જ ઓર્બ્ઝવેશન સિસ્ટમઃ ઈઝરાયેલની આ સિસ્ટમ બોર્ડર પર ઘૂસણખોરી પર નજર રાખવા માટે છે. 12 થી 15 કિલોમીટર સુધીની રેન્જમાં કોઈ પણ માનવીય હિલચાલની તે ચાડી ખાઈ જાય છે. તેના દરેક નંગની કિંમત 2.15 કરોડ રૂપિયા છે.

એચએચટીઆઈ થર્ડ જનરેશન થર્મલ ઈમેજરઃ ભારતમાં જ નિર્મિત આ થર્મલ ઈમેજર પણ ઓબ્ઝર્વેશન માટે ઉપયોગમાં લેવાય છે. દિવસ અને રાત્રે પણ કામ કરી શકે છે. તેની કિંમત 18.50 લાખ રુપિયા છે.

વડોદરામાં આર્મીના હથિયારોનુ પ્રદર્શન : 38 કિમી સુધી પ્રહાર કરતી સ્વદેશી ધનુષ આર્ટિલરી ગન આકર્ષણનુ કેન્દ્ર બની 6 - image

ઈનફન્ટ્રી કોમ્બેટ વ્હીકલ બીએમપી-2 : રશિયન બનાવટનુ આ બખ્તરિયા વાહન સૈનિકોની યુધ્ધના સમય એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરવા માટે છે. તેમાં બેઠેલા સૈનિકોને ન્યુક્લિયર એટેક સામે પણ રક્ષણ આપે છે. એન્ટી એરક્રાફ્ટ ગન અને મિસાઈલ લોન્ચ કરવાની ક્ષમતાથી સજ્જ છે. રશિયન બનાવટના વાહનની કિંમત 9 કરોડ રૂપિયા છે.


Google NewsGoogle News