અરમાન હેલ્થ સેન્ટરનું મકાન ગમે ત્યારે તૂટી પડવાની શક્યતા
Image Source: Freepik
વડોદરા, તા. 04 ડિસેમ્બર 2023 સોમવાર
વડોદરા શીયાબાગ વિસ્તારમાં આવેલ પાલિકાના અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટરનું મકાન તદ્દન જર્જરીત હાલતમાં છે. સારવાર અર્થે દર્દીઓ અહીંયા આવતા ગભરાય છે પરંતુ ફરજ પરના મેડિકલ સ્ટાફને નોકરી પર જીવના જોખમે આવ્યા વિના છૂટકો નથી. વરસાદી સિઝનમાં પાલિકા તંત્ર એ 1500 જેટલા જર્જરિત મકાન માલિકોને નોટિસો ફટકારી હતી પરંતુ દીવાસળીનું અંધારું પાલિકા અધિકારીઓ પદાધિકારીઓને જણાતું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના વિવિધ વિસ્તારના લોકોને પોતપોતાના વિસ્તારમાં વિનામૂલ્યે સારવાર મળી રહે એ માટે પાલિકા તંત્ર દ્વારા ઠેક ઠેકાણે અર્બન હેલ્થ સેન્ટરો અને પ્રાઇમરી હેલ્થ સેન્ટરો શરૂ કરાયા છે. જ્યાં અનેક દર્દીઓ નિયમિતપણે પાલિકાની સેવા માટે આવતા હોય છે.
પરંતુ શિયાબાગ વિસ્તારમાં આવેલું અર્બન હેલ્થ સેન્ટરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું તદ્દન બિસ્માર હાલતમાં પાલિકા તંત્રને દેખાતું નથી.
અહીંયા સારવાર માટે આવનાર દર્દીઓ પણ ગભરાય છે પરંતુ હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા મેડિકલ સહિત અન્ય સ્ટાફને નોકરી પર અહીંયા આવ્યા વિના છૂટકો નથી.
મરી આલ્બમન હેલ્થ સેન્ટરનું સિયાબાગ ખાતે આવેલું મકાન તદ્દન બિસ્માર હાલતમાં છે મકાનનો સ્લેબ એક તરફથી નમી ગયો હોવાનું પણ કેટલાક દર્દીઓનું કહેવું છે ઉપરાંત આ પ્રાઇમરી અર્બન હેલ્થ સેન્ટરની દીવાલોમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે ઉપરાંત કેટલીય જગ્યાએથી દીવાલોના પોપડા પણ ઉખરવા માંડ્યા છે અને સ્લેબ ના સળિયા પણ કટાઈ ગયેલા નજરે પડે છે આમ ગમે ત્યારે આ અરમાન હેલ્થ સેન્ટરનું જર્જરીત મકાન તૂટી પડે એવી શક્યતા નકારી શકાતી નથી.
તાજેતરમાં ચોમાસાની સિઝનમાં પાલિકા તંત્ર દ્વારા શહેરભરના પંદરસો જેટલા મકાન માલિકોને પોતપોતાના મકાનો ઉતારી લેવા કે પછી તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરવા તંત્ર દ્વારા ફટકારવામાં આવી હતી પરંતુ શિયાબાગ ના પ્રાથમિક મકાન પાલિકા તંત્રને હજી સુધી કેમ નજરે ચડ્યું નથી કે પછી આ ખાડા કામ કરવામાં આવે છે ચર્ચાનો વિષય બન્યો છે