હરિધામ સોખડાના ગાદીપતિ તરીકે પ્રેમ સ્વરૂપ દાસ સ્વામીની નિમણુંક
હરિધામ ના સંચાલન માં પ્રબોધજીવન સ્વામી મદદ કરશે અને યોગી ડિવાઇન સંસ્થાનું સંચાલન ત્યાગ વલ્લભ સ્વામી સાથે અશોક પટેલ અને વિઠ્ઠલ પટેલ કરશે
સોખડા, 1 ઓગસ્ટ 2021 રવિવાર
વડોદરા નજીક આવેલા સોખડા હરિધામ ના સંત હરિપ્રસાદ સ્વામી ના પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલિન થયા બાદ તેમના સ્થાને ગાદીપતિ તરીકે પ્રેમ સ્વરૂપ દાસ ની નિયુક્તિ કરવામાં આવી છે. હરિધામ સોખડા ખાતે હરિપ્રસાદ સ્વામી ના અંતિમ સંસ્કાર બાદ સંત જસભાઈ એ આ મુજબની જાહેરાત કરી હતી.
તેમણે કરેલી જાહેરાત પ્રમાણે હરિધામ સોખડાના ગાદીપતિ તરીકે પ્રેમ સ્વરૂપ દાસ સ્વામી ને નિયુક્ત કર્યા છે જેમાં તેમની સાથે પ્રબોધ જીવન સ્વામી બંને સંતો હરિધામ નું સંચાલન કરશે જ્યારે ત્યાગ વલ્લભ સ્વામી સાથે અશોક પટેલ અને વિઠ્ઠલ પટેલ યોગી ડિવાઇન સંસ્થાનું સંચાલન કરશે.
પ્રેમ સ્વરૂપ દાસ સ્વામી 1962 સ્વામી હરિપ્રસાદ ની સાથે સંકળાયેલા હતા અને તેમણે 1965માં દીક્ષા લીધી હતી તેઓનું મૂળ નામ પ્રફુલભાઇ પટેલ છે અને બાળપણ ધર્મજમાં વિતાવ્યું અને વિદ્યાનગરમાં અભ્યાસ કર્યો છે.