વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિના ચેરમેનની નિયુક્તિ

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિના ચેરમેનની નિયુક્તિ 1 - image

વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની રચના થયા બાદ આજે તમામ સમિતિના ચેરમેનની નિયુક્તિ કરવામાં આવી હતી.

અગાઉ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના વહીવટ માટે જુદીજુદી આઠ સમિતિઓની રચના કરવામાં આવી હતી.જેમાં મહિલા પ્રમુખે સમિતિના ચેરમેનના નામો જાહેર કરી દેતાં પેપર ફૂટી ગયું હતું.

જો કે આજે સમિતિઓની અલગ અલગ મીટિંગો મળી તેમાં પ્રમુખે જાહેર કર્યા હતા તે મુજબના જ ચેરમેનની નિયુક્તિ કરવામાં આવી હતી.જિલ્લા ભાજપના પ્રમુખ વિદેશ ગયા હોવાથ નવા મેન્ડેટની બજવણી કરવામાં આવી નહતી.અગાઉ નક્કી થયા મુજબ દરેક સમિતિએ તેમના ચેરમેન નિયુક્ત કર્યા હતા.


Google NewsGoogle News