Get The App

ફાઇનાન્સ પેઢીના માલિકની દુષ્કર્મના કેસમાં આગોતરા જામીન અરજી

મારે પત્ની સાથે બનતું નથી, તું મારી પત્ની બની જા, તેવું કહી યુવતી સાથે હોટલમાં દુષ્કર્મ કર્યુ હોવાનો આક્ષેપ

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
ફાઇનાન્સ પેઢીના માલિકની દુષ્કર્મના કેસમાં આગોતરા જામીન અરજી 1 - image

વડોદરા,શહેર નજીકના એક વિસ્તારમાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપી ફાઇનાન્સ પેઢીના સંચાલકે રાજસ્થાન, અંકલેશ્વર, ભરૃચ સહિત વિવિધ સ્થળોએ દુષ્કર્મ ગુજાર્યુ હોવાની ફરિયાદ નોંધાઇ હતી. આરોપીએ આગોતરા જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જે અરજીનો ચુકાદો આગામી ૨૩ મી તારીખ પર મુલત્વી રાખવામાં આવ્યો છે.

૨૧ વર્ષની યુવતીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું  કે, હું અગાઉ વાપી ખાતે ફાઇનાન્સ કંપનીમાં લોન અપાવવાનું કામ કરતી હતી. ત્યારે બિઝનેશ લોન અપાવવાનું કામ કરતાં જય સંજીવ ઠક્કર (રહે.દેવાશિષ ડૂપ્લેક્સ, વાઘોડિયારોડ) સાથે સંપર્ક થયો હતો.તેની વાતોમાં આવીને મેં વડોદરા ખાતે તેની ઓફિસમાં નોકરી શરૃ કરી હતી. ઓફિસમાં એક છોકરાએ મને પ્રપોઝ કરતાં જય ઠક્કરે તેને માર મારી નોકરીમાંથી કાઢી મૂક્યો હતો.

તું બહું ડિસ્ટર્બ થઇ ગઇ છે, આપણે ઉદેપુર ફરવા જઇએ તેવું કહી સ્ટાફના અન્ય માણસો સાથે મને ઉદેપુર લઇ  ગયા હતા. હોટલમાં બે જ રૃમ છે. તારે મારી સાથે રહેવું પડશે. તું તો મારી દીકરી જેવી છે. તેવું કહ્યું હતું. ત્યારબાદ રાતે  દારૃ પીને મારા પર દુષ્કર્મ ગુજાર્યુ હતું. બીજા દિવસે સવારે મારી બહુ મોટી ભૂલ થઇ ગઇ છે. હું તને ખૂબ પ્રેમ કરું છું હું તારા વિના રહી નહી શકું. મારે પત્ની સાથે બનતું નથી. તું મારી પત્ની બની જા.  તેવું કહી મારી સાથે સંબંધો રાખતો હતો. ત્યારબાદ મારી પત્ની છૂટાછેડા આપવાની ના પાડે છે તેવું  કહી મારી સાથે સંબંધો કાપી નાંખ્યા હતાં.  આ કેસમાં આરોપી જય ઠક્કરે આગોતરા જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી છે.


Google NewsGoogle News