વડોદરામાં પ્રિ-મોનસુનની કામગીરીમાં વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક ધોરણે અવરોધો દૂર કરવા કોંગ્રેસની અપીલ
Vadodara Corporation Pre Monsoon : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા દર વર્ષની માફક પ્રિ-મોન્સુન કામગીરી રૂટીન પ્રક્રિયા પ્રમાણે શરૂ કરવામાં આવી છે, અને જેમ બને તેમ જલ્દી આ કામગીરી પૂર્ણ કરવા સૂચના પણ આપી દેવામાં આવી છે. જો કે કોંગ્રેસના કહેવા મુજબ દર વર્ષે પ્રથમ વરસાદમાં વડોદરા કોર્પોરેશનની પ્રિ-મોન્સુન કામગીરીના દાવા પોકળ સાબીત થાય છે અને પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી જાય છે. આવું ન થાય તે માટે દર વર્ષે સ્થાનિક સ્તરે પૂરના જે પ્રશ્નો ઊભા થાય છે તે વિચારવા જેવા છે, કારણ કે વિશ્વામિત્રી નદી ખાલી હોવા છતાં પૂર જોવા મળે છે. જ્યાં સ્થાનિક વિસ્તારમાં થતુ ફલડીંગ થતું હોય ત્યાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવી આવશ્યક છે.
ખાસ તો વિશ્વામીત્રી નદીના કોતરોમાં જયાં પુરાણ અને દબાણો થયેલા હોય તેવી જગ્યાઓ ૫રથી પુરાણ અને દબાણો તાત્કાલિક દુર કરવા જોઈએ, જેથી પાણી નિકાલ સરળતાથી થઈ શકે, અને સ્થાનિક સ્તરે પાણી ભરાવાના પ્રશ્નો ન રહે. કુદરતી કાંસો અને નાળીયા રસ્તાઓ તેની ઓરીજનલ સાઇઝ પ્રમાણે ખુલ્લા કરવા. જે કોઈ દબાણો હોય તે હટાવવા જોઈએ. અનેક જગ્યાઓએ કુદરતી નાળા પુરી નાખીને નીચે પાઇપો નાંખી દેવામાં આવી છે. જેની કેપેસીટી ઓછી હોવાથી ત્યાં બોટલ નેકના પ્રશ્ન ઉભા થયા છે દા.ત. સ્ટેશન વિસ્તારમાં ભુખી કાંસ તથા છાણી કેનાલ પાસેનો જે કાંસ છે તેના ટેકનીકલ ઇસ્યુ હલ જોઈએ તેમ કોંગ્રેસના નેતાનું કહેવું છે. દરમિયાન વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરના આક્ષેપ મુજબ દર વર્ષની જેમ ચાલુ સાલે પણ વોર્ડ નંબર 13 ના સમાવિષ્ટ વિસ્તારમાં પ્રિમોન્સૂનની કામગીરી ફક્ત કાગળ પર થઈ રહી છે. વરસાદી પાણીના નિકાલ માટેની જે કામગીરી થવી જોઈએ તે થતી નથી. નવાપુરાથી રાજસ્તંભ સોસાયટી થઇ મસીયા કાંસ તરફ જતી વરસાદી ચેનલ સાફ કરેલ નથી, દાંડિયા બજાર પાસેની વરસાદી ચેનલ સાફ કરેલ નથી, નાની-નાની કેચપેટી સાફ કરીને તંત્ર સંતોષ માને છે.