મહિલાનો પીછો કરી હેરાન કરનારની આગોતરા જામીન અરજી નામંજૂર
હેરાન કરનારને ઠપકો આપનાર વેપારી પર હુમલો પણ કર્યો હતો
વડોદરા,મહિલાનો પીછો કરી હેરાન કરતા શખ્સને ઠપકો આપનાર વેપારી પર લોખંડના પંચથી હુમલો કરવામાં આવતા વેપારી બેભાન થઇ ગયા હતા. આ ગુનામાં સામેલ આરોપીની આગોતરા જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.
તાંદલજા અક્ષા એવન્યૂમાં રહેતા રફિક ગુલામભાઇ ગાદીવાલા ઇલેક્ટ્રોનિક્સનો ધંધો કરે છે. રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ગત તા. ૮ મી ઓક્ટોબરે હું દમણ ફરવા જવાનો હોવાથી મારી પત્ની અને અન્ય એક મહિલા મને મોપેડ પર ન્યાયમંદિર મૂકવા આવ્યા હતા. મને છોડીને તેઓ મંગળબજારમાં ખરીદી કરવા માટે ગયા હતા. થોડીવાર પછી મને ન્યાયમંદિર છોડવા આવેલી મહિલાએે ફોન કરીને કહ્યું હતું કે, હફિઝ ઉર્ફે પપ્પુ ઇકબાલભાઇ ગબલવાલા ( રહે. ન્યાયમંદિર હનુમાન ફળિયા) મને ગાળો બોલે છે. હફિઝે ઉશ્કેરાઇને મને ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હાથમાં પહેરેલો પંચ મને મોંઢા પર મારતા હું બેભાન થઇ ગયો હતો. આ ગુનામાં સામેલ આરોપી હફિઝે આગોતરા જામીન મેળવવા માટે અરજી કરી હતી. જે અરજી અદાલતે નામંજૂર કરી છે. સરકાર તરફે વકીલ આર.એસ.ચૌહાણે રજૂઆત કરી હતી.