છેતરપિંડી કરનાર આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર

શાકભાજીની લારીવાળા પાસેથી ૭.૬૭ લાખ પડાવી લીધા હતા

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
છેતરપિંડી કરનાર આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર 1 - image

વડોદરા,શહેર  નજીક બીલ ગામ પાસે વુડાની યોજનાના તૈયાર થયેલા આવાસો અને દુકાનો વેચવાની સત્તા અમારી પાસે છે તેવી લાલચ આપી ૭.૬૭ લાખ પડાવી લેવાના ગુનામાં સામેલ ભેજાબાજ આરોપીની આગોતરા જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.

વુડા દ્વારા બીલ ગામ પાસે બાન્કો કંપનીની પાછળ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસો અને દુકાનો તૈયાર કરવામાં આવ્યા છે. બીલ ખાતેની આ સાઇટ પર જાન્યુઆરી-૨૦૨૩માં બે શખ્સો આવ્યા હતા અને અમે વુડાના એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાંથી આવીએ છીએ, અમારે સાઇટની વિઝિટ કરવાની છે તેમ જણાવ્યું  હતું. બંને શખ્સો સાઇટની સામે ચાની લારી પર આવીને બેસતા હતાં અને આ સાઇટના કેટલાંક આવાસો અને દુકાનો વેચાણ માટે અમને સત્તા આપવામાં આવી છે તેમ જણાવી તમારે જો ફ્લેટ અથવા દુકાન જોઇતી હોય તો કહી દો કારણકે તમામ ફ્લેટો અને દુકાન બુક થવા લાગ્યા છે.

બંને શખ્સોની વાતમાં આવી જઇને શાકભાજીની  લારીવાળાએ મકાન  પેટે રૃપિયા આપ્યા હતા. દિલીપ જોષી ( રહે.આરાધ્ય  સોસાયટી, અમુલ ડેરી રોડ, આણંદ) અને ભરત ગજ્જરે રૃપિયા ૭.૬૭ લાખ પડાવી લીધા હતા. જે ગુનામાં આગોતરા જામીન મેળવવા માટે દિલીપ જોષીએ કોર્ટમાં કરેલી અરજી અદાલતે નામંજૂર કરી છે.


Google NewsGoogle News