દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર 1 - image


Vadodara Court : દારૂના કેસમાં છેલ્લા ચાર મહિના ઉપરાંતથી નાસતા ફરતા આરોપીની આગોતરા જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.

વડોદરાના વાઘોડિયા રોડ પર ધનલક્ષ્મી સોસાયટીમાં ગત 11મી માર્ચે પોલીસે રેડ પાડીને શ્રી સાંઇ ઓટો ડિલરની ઓફિસની બાજુમાં વાહનો ધોવાના સર્વિસ સ્ટેશનમાંથી વિદેશી દારૂની 633 બોટલ કિંમત રૂપિયા 2.76 લાખની કબજે કરી હતી. જ્યારે આરોપી રવિ કનુભાઇ કહાર (રહે. સ્લમ ક્વાટર્સ, સૂર્યનગર પાસે, વાઘોડિયા રોડ)ને વોન્ટેડ જાહેર કર્યો હતો. આરોપીએ આગોતરા જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આરોપી ગુનો નોંધાયા પછી નાસતો ફરે છે. તેની સામે કલમ 70 મુજબનું વોરંટ પણ ઇશ્યૂ થયું છે. જો આરોપીને આગોતરા જામીન આપવામાં આવશે તો નાસી ભાગી જાય તેમ છે. એડિશનલ સેશન્સ જજ એસ.બી.મનસુરીએ આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે.


Google NewsGoogle News