વડોદરા નજીક કેનાલમાં વધુ એક યુવક ડૂબ્યો,ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
વડોદરા નજીક કેનાલમાં વધુ એક યુવક ડૂબ્યો,ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ 1 - image

વડોદરાઃ વડોદરા નજીક કેનાલોમાં ડૂબવાના સતત  બનાવો વધી રહ્યા છે.આજે વાઘોડિયા ખાતે કેનાલમાં વધુ એક યુવક ડૂબી ગયો હોવાનો બનાવ બન્યો છે.

વાઘોડિયાના રવાલ ખાતે ડાંગરની કાપણી માટે પંજાબથી આવેલા પિતા-પુત્ર કેનાલ નજીક રહેતા હતા.જે પૈકી હરમેલસિંગ નામનો એક યુવક ગૂમ થયો હતો.જેથી તેની શોધખોળ કરાતાં કેનાલ પાસેથી નાહવાની ડોલ,મોબાઇલ અને તેના કપડાં મળી આવ્યા હતા.બનાવની જાણ વાઘોડિયાની આજવા આઉટ પોસ્ટને થતાં પોલીસની ટીમ દોડી આવી હતી.

સ્થળ પરની સ્થિતિ જોતાં પ્રાથમિક તબક્કે યુવકનો પગ લપસવાથી ડૂબ્યો હોય તેમ મનાઇ રહ્યું છે.વાઘોડિયા પોલીસે વડોદરા ફાયર બ્રિગેડની મદદ માંગતાં યુવકની શોધખોળ કરવામાં આવી હતી.પરંતુ કોઇ પત્તો લાગ્યો નહતો.


Google NewsGoogle News