વડોદરામાં SMC નીવધુ એક રેડ, નાગરવાડામાંથી દારૂની 1019 બોટલ પકડી

Updated: Mar 13th, 2024


Google NewsGoogle News
વડોદરામાં SMC નીવધુ એક રેડ, નાગરવાડામાંથી દારૂની 1019 બોટલ પકડી 1 - image


Image Source: Freepik

વડોદરા, તા. 13 માર્ચ 2024 બુધવાર

વડોદરાના નાગરવાડા વિસ્તારમાં ફરી એકવાર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડ્યા છે. નાગરવાડાના પ્રકાશ નગર ખાતે પોલીસે 2019 દારૂની બોટલ સાથે બુટલેગરને ઝડપી પાડી કેસ કર્યો છે.

કારેલીબાગ પોલીસ સ્ટેશન હેઠળની પ્રકાશ નગર વસાહતમાં દારૂનો ધંધો ચાલતો હોવાની વિગતોને પગલે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસે રૂ 1.65 લાખની કિંમતની 1019 નંગ દારૂની બોટલ સાથે બુટલેગર નિખિલ રાજુભાઈ કહાર ને ઝડપી પાડ્યો હતો.      

પોલીસે એક મોબાઇલ, ટુ વ્હીલર તેમજ રોકડા રૂ. 4,100 કબજે કર્યા હતા. દારૂનો જથ્થો સફેદ કલરની કારમાં પ્રશાંત રાજુભાઈ જાદવ (માધવ નગર, આજવારોડ)એ મોકલ્યો હોવાની વિગતો ખુલતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.


Google NewsGoogle News