Get The App

વડોદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલનો વધુ એક દરોડો, નંદેસરીમાંથી દારૂનો જથ્થો પકડ્યો

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News
વડોદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલનો વધુ એક દરોડો, નંદેસરીમાંથી દારૂનો જથ્થો પકડ્યો 1 - image

વડોદરા,તા.24 જાન્યુઆરી 2024,બુધવાર

વડોદરામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ટૂંકા ગાળામાં ત્રીજી વખત મોટો દરોડો પાડીને દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

આજવા રોડ સરદાર એસ્ટેટ ખાતે પોણા બે કરોડનો દારૂ તેમજ રણોલી ખાતે 52 લાખનો દારૂ પકડનાર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગઈકાલે નંદેસરી ખાતે એક ખેતરમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

પોલીસે બનાવના સ્થળેથી ઇમરાન અબ્બાસ ભાઈ ચૌહાણ (ભાઈલાલ પાર્ક સોસાયટી, મધુનગર,ગોરવા), જીનેશ ઉર્ફે જીગ્નેશ બારીયા (કલ્યાણ નગર, ફતેગંજ), મો.રજાક ઉર્ફે અજ્જુ મજીદ શેખ (નર્મદા મકાન,માણેજા) ને ઝડપી પાડી રૂ. 72 હજારની કિંમતની 496 દારૂની બોટલ કરી હતી.

આ ઉપરાંત રૂ.1900 ની રોકડ ત્રણ મોબાઇલ પણ કબજે કર્યા હતા. પોલીસે રુપાપુરા ગામના સ્વામી સરપંચ અને ફતેગંજ કલ્યાણ નગરના અમજદ શેખને વોન્ટેડ જાહેર કર્યા છે.


Google NewsGoogle News