ગરબા ગ્રાઉન્ડમાંથી વધુ એક મોબાઇલ ફોન ચોરાયો

ફૂડ ઝોન પાસે જ મોબાઇલ ચોરતી ટોળકીને પકડવામાં સિક્યુરિટી અને પોલીસ નિષ્ફળ

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
ગરબા ગ્રાઉન્ડમાંથી વધુ એક મોબાઇલ ફોન ચોરાયો 1 - image

 વડોદરા,લક્ષ્મી વિલાસ  પેલેસના ફૂડ ઝોન પાસેથી વધુ એક યુવકનો મોબાઇલ ફોન ચોરાયો છે. જ્યારે રાવપુરા  પાસે છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીનો મોબાઇલ ચોર લઇ ગયો હતો.

વાઘોડિયા  રોડ જમના  રેસિડેન્સીમાં રહેતો કુશ ભૂપેન્દ્રકુમાર આનંદ એમ.એસ.યુનિવર્સિટીમાં આર્ટ્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે. ગત તા. ૨૨ મી એ તે લક્ષ્મી વિલાસ પેલેસમાં ગરબા રમવા માટે  ગયો હતો. રાતે સવા બાર વાગ્યે ગરબા ગ્રાઉન્ડના ફૂડ ઝોનમાં તે પાણી લેવા માટે ગયો હતો. તે દરમિયાન તેનો મોબાઇલ ફોન ચોરાઇ ગયો હતો.

જ્યારે અન્ય એક બનાવમાં ભરૃચની અલ નૂર રેસિડેન્સીમાં રહેતો સક્ષમ અક્ષયભાઇ ખંડારે એમ.એસ.યુનિવર્સિટીમાં લો ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે. અને હાલમાં રાવપુરા જી.પી.ઓ.પાસે આવેલા છાત્રાલયમાં રહે છે. ગત તા. ૨૦ મી એ તે મિત્રો સાથે નવલખી ગ્રાઉન્ડમાં ગરબા રમવા માટે  ગયો હતો. રૃમમાં ચાર્જિંગમાં મૂકેલો તેનો મોબાઇલ ફોન કોઇ ચોર લઇ ગયો હતો. જે અંગે  રાવપુરા  પોલીસે તપાસ  હાથ ધરી છે.


Google NewsGoogle News