વડોદરામાં મુસાફરોની નોંધ નહી રાખનાર વધુ એક હોટલ સંચાલકની અટકાયત
image : Freepik
વડોદરા,તા.20 માર્ચ 2024,બુધવાર
વડોદરામાં હોટલોમાં રોકાતા મુસાફરોની નોંધ રાખવી ફરજિયત હોવા છતાં તેનો ભંગ કરવામાં આવતો હોવાથી પોલીસ દ્વારા એક પછી એક હોટલ સંચાલક સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
છાણી વિસ્તારમાં કારના શોરૂમ પાછળ આવેલી અયાંશ હોટલમાં પોલીસે ગઈ મોડી સાંજે તપાસ કરતા મુસાફરોના રજીસ્ટરમાં નોંધ નહીં થતી હોવાની વિગતો જણાઈ આવી હતી.
જેથી પોલીસે જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કરી હોટલ સંચાલક સુનિલ પાપાચન કોટ્ટડી (અમૃત પાર્ક સોસાયટી, સુભાનપુરા) સામે ગુનો નથી તેમની અટકાયત કરી હતી.