Get The App

પેલેસના ગરબાના પાસના નામે ઠગાઇની ફરિયાદ કરનાર મળતો નથી,પાસના નામે ઠગાઇની બીજી પણ એક ફરિયાદ

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News
પેલેસના ગરબાના પાસના નામે ઠગાઇની ફરિયાદ કરનાર મળતો નથી,પાસના નામે ઠગાઇની બીજી પણ એક ફરિયાદ 1 - image
symbolic
વડોદરાઃ લક્ષ્મીવિલાસ પેલેસના હેરિટેજ ગરબાના પાસના નામે રૃપિયા ઉઘરાવી લેવાના બનાવ અંગે ગોરવા પોલીસ સ્ટેશનમાં થયેલી અરજીની તપાસમાં પોલીસે અરજી કરનારને બોલાવ્યો છે.પરંતુ તે મળતો નથી.તો બીજીતરફ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં પણ હેરિટેજ ગરબાના પાસના નામે ઠગાઇ થયાની અરજી થઇ છે.

ગોરવા પોલીસ સ્ટેશનમાં અરજી કરનાર જય  નામના યુવકે લક્ષ્મી વિલાસ પેલેસના ગરબાના ૧૦૪ પાસ કઢાવવાના નામે રૃ.૩.૬૪ લાખની છેતરપિંડી થયાની અરજી આપી હતી.

ગોરવાના પીઆઇ કિરિટ લાઠિયાએ કહ્યું હતું કે,અરજી કરનાર યુવકને અમે બે થી ત્રણ વાર  બોલાવ્યો છે.પરંતુ તે મળતો નથી.જેથી તેની પૂછપરછ બાદ વધુ વિગતો મળી શકશે.

તો બીજીતરફ લક્ષ્મીવિલાસ પેલેસના પાસના નામે કપૂરાઇ પોલીસ સ્ટેશનમાં એક અરજી થઇ હોવાની તેમજ તેની સાથે સાથે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં પણ હેરિટેજ ગરબાના પાસના નામે રૃ.સવા લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાની અરજી કરવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.


Google NewsGoogle News