Get The App

ઠગ બિલ્ડર અપૂર્વ પટેલનું વધુ એક કારસ્તાન : દંપતિની જાણ બહાર તેમના નામ પર લોન લઈ લીધી

Updated: May 15th, 2024


Google NewsGoogle News
ઠગ બિલ્ડર અપૂર્વ પટેલનું વધુ એક કારસ્તાન : દંપતિની જાણ બહાર તેમના નામ પર લોન લઈ લીધી 1 - image


Vadodara Builder Fraud : વિદેશ ભાગી ગયેલા ઠગ બિલ્ડર અપૂર્વ પટેલે ગ્રાહકની જાણ બહાર 26.44 લાખની લોન લઈ લીધી હતી. જે અંગે માંજલપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે.

 અલકાપુરી વિશ્વાસ કોલોની પંચવટી એપાર્ટમેન્ટમાં રહેતા રૂપેશ કુંજ બિહાર ગાંધી સુંદરમ હાઉસિંગ ફાઇનાન્સની ઓફિસમાં નોકરી કરે છે તેણે માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવે જણાવ્યું છે કે વર્ષ 2014માં માંજલપુર ખાતે મેપલ ગ્રીનના નામથી મકાનની સ્કીમ શ્રી રંગ ઇન્ફ્રાસ્ટ્રકચરના નામથી બિલ્ડર અપૂર્વ દિનેશભાઈ પટેલે શરૂ કરી હતી. હું અને મારી પત્ની સાઈટ પર જઈ ફ્લેટ બાબતે ચર્ચા કરી હતી.

 35 લાખમાં ફ્લેટ લેવાનું નક્કી કર્યું હતું પરંતુ બિલ્ડરે 26.40 લાખની લોનના પેપર તૈયાર કરાવતાની ફ્લેટ લેવાની ના પાડી હતી. તેમ છતાં મારી જાણ બહાર મારા લોન પેપર્સ પર સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી લોન મેળવીને વાપરી નાખી હતી.


Google NewsGoogle News