મહિલા ક્રિકેટ ટીમના ભેજાબાજ પૂર્વ કોચ રિશિ અરોઠે સામે 5.27 લાખની છેતરપિંડીનો વધુ એક ગુનો દાખલ

Updated: Mar 7th, 2024


Google NewsGoogle News
મહિલા ક્રિકેટ ટીમના ભેજાબાજ પૂર્વ કોચ રિશિ અરોઠે સામે 5.27 લાખની છેતરપિંડીનો વધુ એક ગુનો દાખલ 1 - image


- ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચના પુત્ર રીશી અરોઠે બોલિંગના કોચિંગ માટે 5.27 લાખ પડાવી લીધા હતા જે અંગે રાવપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે

વડોદરા,તા.07 માર્ચ 2024,ગુરૂવાર

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામે રહેતા મહેન્દ્રકુમાર સનીલાલ બુટ ચંપલનો વેપાર કરે છે રાવપુરા પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારા દીકરા તુશારે ગત પહેલી જાન્યુઆરી 2021 ના રોજ મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મોતીબાગ ક્રિકેટ એકેડેમીમાં ક્રિકેટ કોચિંગ લેવા માટે જોઈન્ટ કર્યું હતું. જેને દર મહિને 2,150 રૂપિયાથી અને ભરીએ છીએ વર્ષ 2022 માં જાન્યુઆરી મહિનામાં રણજી ટ્રોફી ક્રિકેટ ટીમના પ્લેયર રિશિ તુષાર અરોઠે બોલિંગનું કોચિંગ આપવા માટે આવતા હતા. વીસીએના ક્રિકેટ ગ્રાઉન્ડ પર ક્રિકેટ મેચ રમવા માટે જ્યારે મારો દીકરો ગયો હતો. ત્યારે રિશિ અરોઠે પણ તેમની સાથે જતા હતા અને મારા દીકરા સાથે દોસ્તી થઈ ગઈ હતી. જેના કારણે મારા દીકરાને રમવામાં મોડું થઈ જાય ત્યારે રિશિ સરના ઘરે રોકાતો હતો. માર્ચ 2022 માં મારા દીકરા તુષારએ મને કહ્યું હતું કે, રિશિ સરે ભરોસો આપતા જણાવ્યું છે કે બેંગ્લોરમાં કેમ્પ લાગે છે જેમાં IPL માં રમતા ખેલાડીઓના કોચ પણ ટ્રેનિંગ આપવા માટે આવવાના છે તારું પરફોર્મન્સ સારું છે તો તને IPL માં રમવાની તક મળી શકે છે. કોચિંગ લેવા માટે ત્રણ લાખની ફી ભરવી પડશે અને તેની રીસીપ પણ મળશે. કોચિંગ પૂરું થયા પછી ફી પરત મળી જશે.

 મેં મારા દીકરા માટે 5.27 લાખ રિશિ અરોઠે સરને ચૂકવ્યા હતા. ત્યાર બાદ રિશિ અરોઠે સરે એપ્રિલ 2022માં ત્રણ અઠવાડિયા પછી ગ્રાઉન્ડ કરાવવાનું બંધ કરી દેતો મેં તથા મારા દીકરાએ તેમને અવાર-નવાર ફોન કરતા ફોન રિસીવ કરતા ન હતા. રિશિ સર પાસે રૂપિયા પરત માગતા તેમણે બોલાચાલી ઝઘડો કરી મારવાની ધમકી આપી હતી.


Google NewsGoogle News