Get The App

સરદાર સરોવર ડેમ અંગે ગૂડ ન્યૂઝ, છઠ્ઠી વખત છલકાવાની તૈયારીમાં, હવે માત્ર એક દરવાજો ખુલ્લો

Updated: Sep 20th, 2024


Google NewsGoogle News
સરદાર સરોવર ડેમ અંગે ગૂડ ન્યૂઝ, છઠ્ઠી વખત છલકાવાની તૈયારીમાં,  હવે માત્ર એક દરવાજો ખુલ્લો 1 - image

Narmada Dam News : સરદાર સરોવર નર્મદા ડેમ તેની સંપૂર્ણ સપાટી 138.68 મીટરને પાર કરવાથી હવે માત્ર 96 સેન્ટિમીટર બાકી છે. જો આ વખતે સપાટી પાર થાય તો 2019 પછી ડેમ છઠ્ઠી વખત આખો ભરાશે.

ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં પાણીની આવક 74659 ક્યુસેક થઈ રહી છે. જેની સામે ડેમનો 1 દરવાજો ખુલ્લો છે. રીવર બેડ પાવર હાઉસથી 52166 ક્યુસેક પાણી નદીમાં જઈ રહ્યું છે. જ્યારે કેનાલ હેડ પાવર હાઉસથી વીજ ઉત્પાદન બાદ મુખ્ય નહેરમાં 22730 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. આમ, નદીમાં હાલ 74 હજાર ક્યુસેકથી વધુ પાણીની જાવક થઈ છે. 

વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટે ડેમના 30 દરવાજા બંધ કરવાની પરવાનગી આપી હતી.

 એ પછી સૌપ્રથમ 2019માં નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટી 138.68 મીટરે ભરાતા નર્મદા નીરના વધામણાં કરાયા હતા. એ પછી ડેમ 2023 સુધીમાં ચાર વખત ભરાઈ ચૂક્યો છે. હવે નર્મદા ડેમ છઠ્ઠી વખત તેની પૂર્ણ સપાટી સુધી છલોછલ ભરાય તેવી સંભાવના છે. હાલમાં ડેમમાં પાણીની સપાટી 137.70 મીટર નોંધાઈ છે. 


Google NewsGoogle News