Get The App

નર્મદા ડેમ સંપૂર્ણ ભરાય તે માટે હજી ૩૮ સેમીનું છેટુ

હાલ ૧ ગેટમાંથી નદીમાં ૭૮૩૦૧ કયુસેક પાણી ઠલવાઇ રહ્યું છે

Updated: Sep 24th, 2024


Google NewsGoogle News
નર્મદા ડેમ સંપૂર્ણ ભરાય તે માટે હજી ૩૮ સેમીનું છેટુ 1 - image

રાજપીપળા,સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સામાન્ય વધારો થયો છે. હાલ ઉપરવાસથી પાણીની આવક ચાલુ રહી છે. ડેમ સંપૂર્ણ ભરાય તે માટે હજૂ ૩૮ સેમીનું છેટું રહ્યું છે.

હાલ ઉપરવાસમાંથી પાણીની આવક ૭૮,૩૦૧ કયુસેક થઇ રહી છે. જો કે ચોમાસાનું ચાલુ સિઝનમાં સંપૂર્ણ સપાટી ૧૩૮.૬૮ મીટર છે. હાલ ઉપરવાસથી આવક ચાલુ રહેતા નર્મદા નદીમાં કુલ ૯૧,૯૧૯ કયુસેક પાણી છોડાઇ રહ્યું છે. જો કે ડેમનો હાલ એકજ ગેટ ખુલ્લો રાખવામાં આવ્યો છે. જે ૦.૫૦ મીટર જેટલો ખુલ્લો છે. નદીમાં ૭૮ હજાર કયુસેકથી વધુ પાણી ઠલવાઇ રહ્યું હોવાથી કાંઠા વિસ્તારના ગામોના લોકોને સાવધ કરી દેવામાં આવ્યા છે.


Google NewsGoogle News