Get The App

વડોદરામાં આજવા સરોવરના પાણીને નિમેટા સ્થિત ત્રણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધ કરવા વાર્ષિક 20 ટન બ્લીચિંગ પાઉડરનો ઉપયોગ

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
વડોદરામાં આજવા સરોવરના પાણીને નિમેટા સ્થિત ત્રણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધ કરવા વાર્ષિક 20 ટન બ્લીચિંગ પાઉડરનો ઉપયોગ 1 - image


- ટન બંધ બ્લીચીંગ પાવડરનો વપરાશ છતાં પૂર્વ વિસ્તારમાં દૂષિત પાણીની ફરિયાદો તો ઉઠતી જ હોય છે

વડોદરા,તા.06 માર્ચ 2024,બુધવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરને પુરા પાડતા પાણીના મુખ્ય સ્ત્રોત પૈકીના એક આજવા સરોવરથી પ્રતિદિન આશરે 15 કરોડ લિટર પાણી પૂરું પાડવામાં આવે છે. આજવા થી મળતા પાણીને નિમેટા ખાતે આવેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે શુદ્ધ કરવામાં આવે છે. અહીં ત્રણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. પાણી શુદ્ધ કરવા માટે નિમેટા ખાતે વાર્ષિક 20 ટન બ્લીચિંગ પાવડરનો ઉપયોગ થાય છે. આજવા સરોવરથી આવતા પાણીને અહીંથી શુદ્ધ કરીને પાણી શહેરના પૂર્વ તથા દક્ષિણ વિસ્તારની વિવિધ ટાંકીઓ, બુસ્ટરો તેમજ નિમેટા ગામની આસપાસના વિવિધ ગામડાઓમાં પુરૂ પાડવામાં આવે છે.

નિમેટા ખાતે પાણી શુધ્ધિકરણની પ્રક્રિયામાં પ્લાન્ટમાં લામેલા, ફોક્યુલેટર યુનિટ, બેકવોશની દિવાલો, પાણીની ચેનલની દિવાલો વગેરે પર સતત પાણીનો સંપર્ક રહેતો હોવાના કારણે ચીકાશ અને ભીનાશ ૨હે છે. જેના લીધે ભેજવાળી જગ્યા ઉભી થતા અનુકૂળ વાતાવરણ મળવાના લીધે જીવાતો, લીલ, મચ્છર, મશી વગેરેનો ઉપદ્રવ થતો હોય છે. આ જીવાતો પાણીની ગુણવત્તાને અસર ન કરે એ માટે પ્લાન્ટ ખાતેના આવા ભીનાશયુક્ત રહેતા ભાગો પર બ્લીચીંગ પાવડરનો છંટકાવ ક૨વામાં આવે છે. બ્લીચીંગ પાવડરમાં ચુનો, ક્લોરીન અને અન્ય રસાયણો હોય છે, જે બેક્ટેરિયા અને અન્ય હાનિકારક જીવાતોનો ઉપદ્રવ અટકાવવાનું કામ કરે છે. આમ કરવાથી પાણીની ગુણવત્તાને નુકસાન થતા અટકે છે, અને પાણીની ગુણવત્તા જાળવી શકાય છે. નિમેટા પ્લાન્ટ ખાતે વપરાશમાં લેવામાં આવતો બ્લીચીંગ પાવડરનો જથ્થો પાણી પુરવઠા શાખાની જરૂરીયાત મુજબ સેન્ટ્રલ સ્ટોર મારફત ટેન્ડર પ્રક્રિયા કરી વાર્ષિક ઈજારો કરી ખરીદી ક૨વામાં આવે છે. પાવડરની ખરીદી માટે સ્ટેન્ડિંગ સમિતિમાં એક દરખાસ્ત રજૂ થઈ છે. જોકે ટન બંધ બ્લીચીંગ પાવડરનો ઉપયોગ થતો હોવા છતાં પણ પૂર્વ વિસ્તારને મળતું પાણી દૂષિત હોવાની ફરિયાદો તો થતી જ રહે છે એમાંય સમયાંતરે પાણી પીવું આવતું હોવાની પણ ફરિયાદો થતી હોય છે. જોકે પાણી પીળું મળવાનું કારણ તળાવમાં વનસ્પતિ અને પાંદડા તણાઈને આવતા તે પાણીમાં ખોવાઈ જતા પાણી પીળું મળે છે તેવી સ્પષ્ટતા કોર્પોરેશન કરતું હોય છે.


Google NewsGoogle News