કેસમાં સાક્ષી રહેનાર યુવક પર હુમલો : જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
કેસમાં સાક્ષી રહેનાર યુવક પર  હુમલો : જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ 1 - image


Vadodara Crime News : વડોદરાના વડસર ગામના રોયલ વેલામાં રહેતો રોમિલ પહવારી રાય કલર કામ કરે છે. અટલાદરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઈકાલે સાંજના સાડા છ વાગ્યે હું મારા ઘરેથી શાકભાજી લેવા માટે કલાલી ફાટક જતો હતો. વિશ્વામિત્રી નદીના બ્રિજ પાસે નવી બંધાતી સાઈટ પાસે કલો ઉર્ફે કલુવા ભરવાડ( રહેવાસી શ્રીજી નગર બાપુનગર ની પાછળ કલાલી ફાટક) પોતાની ગાયો લઈને જતો હતો. તેણે મને જોઈ જતા મને ચાલુ વાહન પર પીઠના ભાગે જોરથી મુક્કો મારતા હું નીચે પડી ગયો હતો. ત્યારબાદ તેણે મારી ફેટ પકડી માર મારી ગાળો બોલી ધમકી આપી હતી કે હવે પછી મારી સામે આવ્યો તો તને જાનથી મારી નાખીશ. તે દરમિયાન તેનો ભાઈ ભરત તથા જમલો નામના વ્યક્તિઓ આવી ગયા હતા અને મને બચાવ્યો હતો. દસ વર્ષ અગાઉ ડોક્ટર સચિદ્ર રાય સાથે કલા ભરવાડને ઝઘડો થયો હતો જેમાં હું સાક્ષી હતો તેની અદાવત રાખી તેણે મારા પર હુમલો કર્યો છે.


Google NewsGoogle News