સુરસાગર તળાવમાંથી ગાયનો કાપી નાખેલો પગ મળતા ઉશ્કેરાટ ફેલાયો
Vadodara News : વડોદરા શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાંથી ગાયનો પગ મળતા ઉશ્કેરાટ ફેલાયો હતો પોલીસ તંત્ર એ સ્થળ પર પહોંચી જઈ કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતરમાં ઈદના દિવસે પણ કેટલાક તત્વો એ લાગણી દુભાય તેવા પ્રયાસો કરવા ચાર દરવાજા વિસ્તારમાં એક જગ્યાએ મટનના ટુકડા નાખીને ફેલાવ્યો હતો જે અંગે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તેના બે દિવસ બાદ જ આજે સુરસાગર તળાવમાં કોઈ તત્વ એ મરેલી ગાયનો કાપેલો પગ નાખી જતા ઉશ્કેરાટ ફેલાયો હતો.
આ બનાવની જાણ પોલીસને થતા સ્થળ પર પહોંચી જઈ મામલો કાબુમાં લીધો હતો જ્યારે આ બનાવને કારણે આજુબાજુના વિસ્તારના લોકો સુરસાગર ખાતે પહોંચી ગયા હતા.