Get The App

બેકાબુ મહિલા કાર ચાલકે પકોડીની લારીએ ઉભેલાં ત્રણને અડફેટમાં લીધા : મહિલાની હાલત ગંભીર

Updated: Dec 10th, 2023


Google NewsGoogle News
બેકાબુ મહિલા કાર ચાલકે પકોડીની લારીએ ઉભેલાં ત્રણને અડફેટમાં લીધા : મહિલાની હાલત ગંભીર 1 - image


દહેગામ - બાયડ રોડ પર આવેલાં કડજોદરામાં અકસ્માત સર્જાયો

બે પુરુષો અને એક મહિલાને ગંભીર ઇજા પહોંચાડતાં ગાંધીનગર સિવિલ ખાતે ખસેડાયાંઃઅકસ્માતના પગલે સ્થાનિક લોકોએ ભારે હોબાળો મચાવ્યો

દહેગામ :    દહેગામ બાયડ રોડ પર માતેલા સાંઢની જેમ દિવસ રાત દોડતા માલવાહક ભારે વાહનો છાશવારે અકસ્માતો સર્જી રહ્યા છે અને નિર્દોેષ વ્યક્તિઓને મોતના મુખમાં ધકેલી રહ્યા છે. વાહનો ચાલકો અહીંયા બેફામ ગતિથી દોડી રહ્યા છે. જેના કારણે તાલુકાના કડજોદરા રોડ ઉપર સ્કૂલની આગળ બેફામ બનેલી મહિલા કાર  ચાલકે ત્રણને અડફેટમાં લીધા તેમાં મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અને તમામને સારવાર હેઠળ ખસેડાયા છે.        

દહેગામથી બાયડ જવાના મુખ્ય માર્ગ ઉપર કડજોદરા સ્કૂલની આગળ બાયડ તરફથી પૂર ઝડપે આવતી એક મહિલા કાર ચાલકે રોડની બાજુમાં પકોડીની લારી ઉપર ઉભેલા બે પુરુષો અને એક મહિલાને ગંભીર ઇજા પહોંચાડી છે. તેમાં મહિલાને માથાના ભાગે વધારે વાગતા તાત્કાલિક ૧૦૮ મારફતે દહેગામ સરકારી દવાખાને દાખલ કરતા આ ત્યાંથી ત્રણેય વ્યક્તિઓને વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ ખાતે ૧૦૮ મારફતે લઈ જવામાં આવ્યા છેઅને બે બાઈક અને પકોડીની લારી પણ તૂટી જવા પામી છે એવો ગોજારો અકસ્માત સર્જાયો હતો. અને આ અકસ્માતને લઈને લોકોએ બૂમરણ મચાવી દીધી અને ઘટના સ્થળે ઉભેલા મધીબેન આનંદજી ઠાકોર ગામ ખાડીયાને વધુ ગંભીર ઇજાઓ થવા પામી છે. આનંદજી અમરાજી ઠાકોર, લોકેન્દ્ર યાદવ આ ત્રણેયને તાત્કાલિક સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. અને મારુતિ ચાલકની બેદરકારીથી થયેલા અકસ્માતથી ઘટના સ્થળે લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. અને મારુતિ ચાલક સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી.


Google NewsGoogle News