અમદાવાદના ભાટ સર્કલ પર રૂ.120 કરોડના ખર્ચે આઇકોનિક બ્રિજનું કામ શરૂ, આવતીકાલથી બે વર્ષ સુધી ડાયવર્ઝન
કેબલ સ્ટેડ બ્રિજ માટે ભાટ સર્કલ તોડી પડાયું
કામગીરી દરમિયાન દુર્ઘટના રોકવા મુખ્ય માર્ગ બંધ કરવા રાતો રાત સર્કલની ફરતે સહિતના સર્વિસ રોડ્સ પણ તૈયાર કરી દેવામાં આવ્યાં
અમદાવાદ રીંગ રોડ પર આવેલા ભાટ સર્કલ પરથી દરરોજ 1 લાખ
ઉપરાંત વાહનોની અવર જવર રહેતી હોવાથી ટ્રાફિક જામ અને અકસ્માતના બનાવો વ્યાપક
બનતાં અહીં વૈષ્ણોદેવી સર્કલની જેમ ઉપર ઓવરબ્રિજ અને તેની નીચેથી અન્ડરપાસ આપવાની
યોજના અમલી કરવામાં આવી છે. કોરોના કાળ,
બ્રિજની ડિઝાઇન અને અમેરિકાથી આયાત થનારા કેબલને લઇને આ યોજના વિલંબમાં પડી
હતી. પરંતુ હવે માર્ગ અને મકાન વિભાગ,
પાટનગર યોજના વિભાગ, ગાંધીનગર
મહાપાલિકા, ગાંધીનગર
પોલીસ અને અમદાવાદ શહેરી વિકાસ સતામંડળના સહયારા પ્રયાસોથી અહીં ડાયવર્ઝન નિયત કરી
દેવામાં આવ્યું છે. તારીખ ૧૮મી નવેમ્બરથી અમલી થનાર ડાયવર્ઝન હવે કેબલ સ્ટેડ બ્રિજ
અને અનડરપાસ બંધાઇને તેનું લોકાર્પણ નહીં થાય ત્યાં સુધી અમલમાં રહેશે. ઇજનેરી
સુત્રોના જણાવવા પ્રમાણે બે વર્ષ માટે ડાયવર્ઝન રહેવાની ધારણા છે. ડાયવર્ઝન પણ
વાહન પરિવહન માટે સરળ અને સલામત રહે તેના માટે મહાપાલિકા દ્વારા દિવસ રાતના ધોરણે
કામગીરી કરવામાં આવી હતી અને ગાંધીનગરથી ભાટ સર્કલ સુધીના રોડ પર એક કિલોમીટર
જેટલો લાંબો સવસ રોડ ઉપરાંત સર્કલની ફરતે પણ જરૃરી સવસ રોડ તૈયાર કરી દેવાયાં છે.
આવન જાવનમાં શાહપુર બ્રિજનો ઉપયોગ કરવાથી વાહન ચાલકોને વધુ
સરળતા રહેશે
ગાંધીનગરથી વડોદરા અથવા અમદાવાદાના નરોડા અને નાના ચિલોડા તરફ જવા માંગતાં વાહન ચાલકો જો ગાંધીનગરથી કોબા થઇને ભાટ સર્કલ સુધી જઇને ત્યાંથી ડાયવર્ઝનનો ઉપયોગ કરીને આગળ વધવાના બદલે ગાંધીનગરના શાહપુર બ્રિજનો ઉપયોગ કરી ત્યાંથી ગિફ્ટ સિટી થઇને નીકળી જશે તો વધુ સરળતા રહેશે અને ટ્રાફિક જામનો સમાનો કરવાનું ટાળી શકશે. તેવી જ રીતે વડોદરા કે નરોડા, નાના ચિલોડાથી ગાંધીનગર આવવા માંગતાં વાહન ચાલકો માટે પણ શાહપુર બ્રિજ થઇને આવવામાં સરળતા રહેશે.