Get The App

વડોદરાના ખોડીયાર નગર વિસ્તારમાં રહેતા કાકા પર ઈંટોથી હુમલો કર્યો

Updated: Jan 12th, 2024


Google NewsGoogle News
વડોદરાના ખોડીયાર નગર વિસ્તારમાં રહેતા કાકા પર ઈંટોથી હુમલો કર્યો 1 - image

image : Freepik

વડોદરા,તા.12 જાન્યુઆરી 2024,શુક્રવાર

વડોદરાના ખોડીયાર નગર વિસ્તારમાં ભત્રીજાને કેમ માર માર્યો હતો. જેથી તેનું ઉપરાણું લઈને કહેવા જતાં કાકાને તું વચ્ચે કેમ બોલે તેમ કહી ઝઘડો કરી ઇટોથી હુમલો કર્યો હતો. જેથી કાકાએ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

ન્યુ વીઆઈપી રોડ પર આવેલા ખોડિયાર નગરમાં રહેતા દિપક છોટાલાલ ઠક્કરે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગુરૂવારના રોજ બપોરે હું  હું આશરે બપોરે મારી ચા-પાણીની લારી ઉપર ગોલ્ડન ચોકડી ઉપર હાજર હતો. તે વખતે મારા ભત્રીજો રામબાબુ મુકેશ નાકીયા ફોન કરી મને જણાવ્યું હતું કે મને આપણી બાજુમા રહેતા રાજકુમાર પ્રકાશ ભુવા તથા સુંદરીબેન પ્રકાશભ ભુવા માર માર્યો છે. જેથી હુ તાત્કાલીક મારી ચા ની લારી ઉપરથી ઘરે આવિને અને મારા ભત્રીજા ને પુછતા કહ્યું હતું કે હુ મારી બાઈક લઈને ઘરે આવતો હતો તે વખતે મારા મિત્ર પ્રીન્સને તુ બાઇક શાંતિથી ચલાવ તેમ કહેતા  રાજકુમાર મારી સાથે આવીને આ મારો મિત્ર પ્રીન્સ છે તુ કેમ વચ્ચે બોલે છે. તેમ કહી મારી સાથે બોલાચાલી  ગંદી ગાળો બોલવા લાગ્યો હતો.જેથી તેને ગાળો બોલવાની ના પાડતા રાજકુમાર ઉશ્કેરાઇ જઇ મારી સાથે હાથાપાઇ કરવા લાગ્યો હતો. થોડીવારમા રાજકુમારની માતા સુંદરી પણ આવીને મને મારવા લાગી હતી. મારા ભત્રીજાના માતા સુનીતાબેન મુકેશ તથા દીલીપ ચંદુ દેવીપુજક મને છોડાવવા જતા બન્નેને માથાના ભાગે છુટા ઇંટોથી હુમલો કર્યો હતો. જેમાં મને ઇજા થતા એસ.એસ.જી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.



Google NewsGoogle News