હાલોલથી પ્રવેશતા હરણી ગામ પાસે ઓવરબ્રિજ બનશેે

તરસાલી શાક માર્કેટ પાસે, બાંકો કાંસ ઉપર અને માણેજા - મકરપુરા રોડ જંકશન પર બ્રિજ બનશે

Updated: Feb 5th, 2024


Google NewsGoogle News
હાલોલથી પ્રવેશતા હરણી ગામ પાસે ઓવરબ્રિજ બનશેે 1 - image

વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેનના વર્ષ ૨૦૨૪-૨૫ના ડ્રાફ્ટ બજેટમાં મ્યુનિસિપલ કમિશનરે ૬ નવા બ્રિજ સૂચવ્યા હતા. સ્થાયી સમિતિએ આ બજેટ મંજૂર કરતા બીજા ચાર નવા બ્રિજનો વધારો કર્યો છે.

આમ, કોર્પોરેશન હવે દશ બ્રિજ બનાવશે. આ દશ બ્રિજનો ખર્ચ આશરે ૯૪૭ કરોડ થાય તેવી શક્યતા છે. આ માટે રાજ્ય સરકાર પાસે નાણાકીય સહયોગ માગવામાં આવશે. સરકારની સ્વર્ણિમ સહિતની બીજી ગ્રાંટમાંથી આ ખર્ચને પહોંચી વળવા પ્રયાસ કરાશે.

અગાઉ જે ૬ બ્રિજ બનાવવાની બજેટમાં જાહેરાત થઈ હતી તેમાં માણેજા - મારેઠા બ્રિજ, ગોત્રી તળાવ પાસે, કેનાલ સમાંતર નવાયાર્ડથી ગોરવા તરફ રોડ પર, સોમાતળાવ જંક્શન પર, એરપોર્ટ નજીક માણેકપાર્ક જંક્શન પાસે અને નેશનલ હાઈવે પર સમા એક્સપ્રેસ વે તરફ કેનાલની સમાંતર નદી પર બ્રિજનો સમાવેશ થાય છે.

 સ્થાયી સમિતિએ બીજા ચાર બ્રિ ઠરાવ્યા છે તેમાં હાલોલથી પ્રવેશતા હરણી ગામ પાસે, તરસાલી શાક માર્કેટ પાસે, પાદરાથી અટલાદરા આવતા રેલવે લાઈન પાસે બાંકો કાંસ ઉપર અને જાંબુઆથી પ્રવેશતા માણેજા - મકરપુરા રોડના જંકશન પર આ ચાર બ્રિજ બનાવાશે. સ્થાયી સમિતિના અધ્યક્ષે કહ્યું હતું કે, વધુ નવા બ્રિજ બનતા ટ્રાફિકની જે સમસ્યા છે, તે હલ થઈ શકશે.


Google NewsGoogle News