વડોદરાના સોમા તળાવ પાસે ટ્રેક્ટરની અડફેટે મોપેડ સવાર વૃદ્ધાનું મોત

Updated: Dec 8th, 2023


Google NewsGoogle News


વડોદરાના સોમા તળાવ પાસે ટ્રેક્ટરની અડફેટે મોપેડ સવાર વૃદ્ધાનું મોત 1 - image

વડોદરા,તા.8 ડિસેમ્બર 2023,શુક્રવાર

વડોદરાના ડભોઇ રોડ પર સોમા તળાવ પાસેથી મોપેડ પર જતા મહિલા અને વૃદ્ધાને ટ્રેક્ટર ચાલકે ટક્કર મારતા વૃદ્ધાનું મોત થયું હતું.

 તરસાલી નોવીનો રોડ પદમ પાર્ક સોસાયટીમાં રહેતા રવિ પંચાલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. રાજપીપળા ખાતે રહેતા તેમના બા શારદાબેન પંચાલ ધાર્મિક પ્રસંગે વડોદરા આવ્યા હતા અને તેમના ઘરે રોકાયા હતા. ગઈકાલે સાંજે શારદાબેનને રાજપીપળા પરત જવું હોવાથી રવિના પત્ની જાગૃતિબેન તેઓને પોતાના મોપેડ પર બેસાડીને કપુરાઈ ચોકડી ઉતારવા જતા હતા તે દરમિયાન એક ટ્રેક્ટર ચાલકે તેમને અડફેટે લેતા શારદાબેનને ગંભીર ઈજા થઈ હતી અને તેમનું મોત નીપજ્યું હતું.


Google NewsGoogle News