સમા મામલતદાર કચેરી પાસે રિક્ષાની અડફેટે વૃદ્ધાનું મોત

રિક્ષાના નંબરના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડયો

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
સમા મામલતદાર કચેરી  પાસે રિક્ષાની અડફેટે વૃદ્ધાનું મોત 1 - image

વડોદરા,સમા મામલતદાર કચેરી  પાસેથી ચાલતા જતા વૃદ્ધાને રિક્ષા ચાલકે ટક્કર મારતા  ગંભીર ઇજા થતા મોત નિપજ્યું હતું. જે અંગે સમા  પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સમા બસ સ્ટેન્ડ પાસે  શાંતિનગર નવી નગરીમાં રહેતા ૬૦ વર્ષના જડીબેન પ્રભાતભાઇ હરિજન ગઇકાલે સાંજે સવા છ વાગ્યે સમા મામલતદાર કચેરી પાસેથી ચાલતા જતા હતા. તે દરમિયાન એક રિક્ષા ચાલકે તેઓેને અડફેટે લેતા માથામાં ગંભીર ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત જડીબેનને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેઓનું મોત થયું હતું. સમા પોલીસે ગુનો દાખલ કરી રિક્ષાના નંબરના આધારે આરોપીની શોધખોળ શરૃ કરી હતી.  પોલીસે રિક્ષા ચાલક મનિષ ફૂલચંદભાઇ સરોજ ( રહે.ગાયત્રી નગર, સમા)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News