અનગઢ ગામે જમીન મુદ્દે વૃદ્ધ પર બે શખ્સોનો હુમલો
Image Source: Freepik
વડોદરા, તા. 13 ફેબ્રુઆરી 2024 મંગળવાર
અનગઢ ગામે જમીનમાં કેમ ખીલી રોપવા ન દીધા તેમ કહીને વૃદ્ધ પર બે શખ્સોએ હુમલો કર્યો હતો. વૃદ્ધાએ બુમાબુમ કરતા તેમનો પુત્ર દોડી આવતા હુમલાખોરો સ્થળ પરથી ભાગી ગયા હતા. જેથી વૃદ્ધે માર મારનાર બંને શખ્સો સામે નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરા જિલ્લાના અનગઢ ગામે ક્રિષ્ણાનગર સોસાયટીમાં રહેતા ઇશ્વરભાઇ ફતેસિંહ ગોહિલે ફરિયાદ નોંધાવી છે કે હુ ખેતી કામ કરી મારા પરિવારનું ગુજરાન ચલાવું છું. સોમવારે સાંજના મેં મારા પૌત્રને લઈને દુકાને બિસ્કીટ લેવા માટે મારી બાઇક લઈને ગયો હતો. બિસ્કીટ લઈને પાછો ઘરે આવતો હતો તે વખતે અમારા ઘરની બાજુમા રહેતા મહેંદ્ર કાંતિ પઢીયાર તથા રણછોડ બાબુ પઢીયારે મને રોકી અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી કહેવા લાગ્યા હતા કે અમારી જમીન રસ્તાના દબાણમા આવે છે તેમ કહેતા મે જણાવ્યું હતું કે મે સરકારી માપણી કરાવતા દબાણ નિકળ્યુ નથી અને માપણીવાળાએ અમારી જગ્યામા હદ બાબતે ખીલા રોપવાનુ કહ્યુ હતું પરંતુ તમે ખીલો કેમ રોપવા ન દિધા તેમ કહી ગાળો બોલવા લાગ્યા હતા. ત્યારે મે ગાળો બોલવાની ના પાડતા મહેંદ્ર કાંતિ પઢીયારે મારી ફેટ પકડી તથા રણછોડ બાબુ પઢીયારે મને ગડદાપાટુનો માર માર્યો હતો. જેથી મે બુમાબુમ કરતા મારી પત્નિ તથા મારો દિકરો આવી ગયા અને મને છોડાવ્યો હતો. પરંતુ બંને જણા ત્યાથી ભાગી ગયા હતા. નંદસરી પોલીસે બંને સામે ગુનો નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.