Get The App

16 વર્ષની સગીરા પર બળાત્કારના કેસમાં NRIએ એક દિવસ માટે મકાન ભાડે લીધું હતું

Updated: Dec 18th, 2023


Google NewsGoogle News
16 વર્ષની સગીરા પર બળાત્કારના કેસમાં NRIએ એક દિવસ માટે મકાન ભાડે લીધું હતું 1 - image

વડોદરાઃ અલકાપુરીના મકાનમાં સુરતની ૧૬ વર્ષીય સગીરા પર બળાત્કાર ગુજારવાની ફરિયાદમાં સયાજીગંજ પોલીસે મુંબઇ રહેતા મકાન માલિકની પૂછપરછ કરી હતી તેમજ મહત્વના પુરાવા એકત્રિત કર્યા હતા.

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ,અલકાપુરીના અનુપમનગરના મકાનમાં સુરતની સગીરાને રાત રાખી  બળાત્કાર ગુજારવાના બનાવમાં પકડાયેલા એનઆરઆઇ જયેશ મુકુંદભાઇ પટેલ (શાસ્ત્રી નગર,નિઝામપુરા)ની ધરપકડ કરવામાં આવી હતી.

આ  બનાવમાં સયાજીગંજ પોલીસે જે મકાનમાં બનાવ બન્યો હતો તેના માલિક હેતલભાઇ શાહ(મુંબઇ)ની પૂછપરછ કરતાં તેઓ ઓનલાઇન ભાડેથી મકાન આપતા હોવાની અને જયેશ પટેલે એક દિવસ માટે મકાન લીધું હોવાની વિગતો બહાર આવી હતી.

પોલીસે મેડિકલ ટેસ્ટ ઉપરાંત કપડાં સહિતના મહત્વના પુરાવા એકત્રિત કર્યા છે. જ્યારે,પીડિતા અને એનઆરઆઇનો સંપર્ક કરાવનાર અમદાવાદની યુવતીનો હજી કોઇ પત્તો લાગ્યો નથી.


Google NewsGoogle News