ગોત્રી મેડિકલ કોલેજની છત પર જ મેડિકલની વિદ્યાર્થિની પાસે ઇન્ટર્ન ડોક્ટરે અકુદરતી સેક્સ કરાવ્યું
વોઇસ રેકોર્ડિંગ ક્લીપ ડિલિટ કરવાના બહાને ફ્રેન્ડશિપ માટે ઇન્ટર્ન ડોક્ટર બ્લેકમેલ કરતો હતો
વડોદરા,ગોત્રી મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસ.માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે ફાઇનલ યરના વિદ્યાર્થીએ સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય કર્યુ હતું. જે અંગે વિદ્યાર્થિનીએ પોતાની રૃમમાં જઇ બહેનપણી અને ત્યારબાદ માતાને જાણ કરી હતી. વિદ્યાર્થિનીએ છેવટે હિંમત કરીને ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, ૨૦ વર્ષની યુવતી ગોત્રી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે. આ જ કોલેજમાં મૂળ ગાંધી નગરનો નિર્ભય પ્રકાશભાઇ જોશી ફાઇનલ યરમાં અભ્યાસ કરે છે. હાલમાં તે ઇન્ટર્નશિપ કરી રહ્યો છે. નિર્ભય સિનિયર હોવાના કારણે વિદ્યાર્થિની તેના સંપર્કમાં આવી હતી. અભ્યાસ બાબતે તેઓ વચ્ચે અવાર - નવાર મુલાકાત પણ થતી હતી. યુવતીની વાતચીતનું વોઇસ રેકોર્ડિંગ નિર્ભય પાસે હતું. જે રેકોર્ડિંગના આધારે તે યુવતીને બ્લેકમેલ કરી ધમકી આપતો હતો કે, તું મારી ગર્લ ફ્રેન્ડ બની જા. નહીંતર વોઇસ રેકોર્ડિંગ વાયરલ કરી દઇશ.
ગત તા.૧૫ મી એ નિર્ભયે રેકોર્ડિંગનું પેન ડ્રાઇવ આપવાના બહાને વિદ્યાર્થિનીને મેડિકલ કોલેજની છત પર બોલાવી હતી. વિદ્યાર્થિની છત પર ગઇ ત્યારે નિર્ભયે તેની સાથે અકુદરતી સેક્સ જબરજસ્તીથી રેકોર્ડિંગ ડિલિટ કરવાના બહાને કરાવ્યું હતું. જે અંગે ગોરવા પોલીસે ગુનો દાખલ કરી નિર્ભય જોશીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
વિદ્યાર્થિનીની ટી શર્ટ આરોપીએ કાઢી કિસ કરવા લાગ્યો
વડોદરા,ગત તા. ૧૫ મી એ નિર્ભયે વિદ્યાર્થિનીને મેડિકલ કોલેજની છત પર બોલાવી હતી. શરૃઆતમાં વિદ્યાર્થિની આનાકાની કરતી હતી. પરંતુ, ક્લિપ વાયરલ કરી દેવાની ધમકી આરોપીએ આપતા વિદ્યાર્થિની છેવટે છત પર ગઇ હતી. નિર્ભયે વિદ્યાર્થિનીને અચાનક બાથમાં ભરી લઇ તેની ટી શર્ટ કાઢી કિસ કરવા લાગ્યો હતો. વિદ્યાર્થિની ગભરાઇ ગઇ હતી. તેણે ભાગવાની કોશિશ કરતા નિર્ભયે ફરીથી તેને ધમકાવી રોકી દીધી હતી.
અન્ય કોઇ યુવતીને બ્લેકમેલ કરી છે કે કેમ ? તેની તપાસ
વડોદરા,નિર્ભય જોશીને પોલીસે આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પોલીસે તપાસના મુદ્દા અંગે જણાવ્યું હતું કે, આરોપીના મોબાઇલ ફોનમાં રહેલા રેકોર્ડિંગ તેને અન્ય કોઇ પેન ડ્રાઇવમાં સેવ કરેલા છે કે કેમ ? અન્ય કોઇને ફોરવર્ડ કર્યા છે કે કેમ ? રેકોર્ડિંગમાં એવી તો કઇ વાત હતી ? તે અંગે તપાસ કરવાની છે. પોલીસે તેનો મોબાઇલ ફોન કબજે લઇ એફ.એસ.એલ.માં મોકલવાની તજવીજ હાથ ધરી છે. નિર્ભયે આ રીતે અગાઉ અન્ય કોઇ યુવતીને બ્લેકમેલ કરી છે કે કેમ ? તેની તપાસ કરવાની છે.
યુવતીના બરડા પર નખ માર્યાના પણ નિશાન : રાતે દોઢ કલાક સુધી સતત ટોર્ચર કરી
વડોદરા,નિર્ભય અને વિદ્યાર્થિની હોસ્ટેલમાં જ રહીને અભ્યાસ કરતા હતા. નિર્ભયના પિતા પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે. વિદ્યાર્થિની છત પર રાતે સાડા દશ વાગ્ય મજબૂરીવશ આવી હતી. ત્યારબાદ નિર્ભયે તેને એક પછી એક રેકોર્ડિંગ સંભળાવતો હતો. તેણે વિદ્યાર્થિનીની ટી શર્ટ કાઢી નાંખી કિસ કરવાનું શરૃ કર્યુ હતું. વિદ્યાર્થિનીના બરડા પર નખ માર્યા હોવાના પણ નિશાન હતા. ત્યારબાદ તેણે યુવતીને મજબૂર કરી નીચે બેસાડી દીધી હતી અને ઓરલ સેક્સ કરાવ્યું હતું. રાતના સાડા દશ વાગ્યાથી લઇને ૧૨ વાગ્યા સુધી તેણે વિદ્યાર્થિનીને સતત ટોર્ચર કરી હતી.