mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

શહેરમાં ગઈ રાત્રે દોઢ ઇંચ, ડેસરમાં સૌથી ઓછો 5 મીમી વરસાદ

Updated: Jul 2nd, 2024

શહેરમાં ગઈ રાત્રે દોઢ ઇંચ, ડેસરમાં સૌથી ઓછો 5 મીમી વરસાદ 1 - image


વડોદરા શહેરમાં ગત ૨૪ કલાકમાં ગઈ રાત્રે પડેલો દોઢ ઇંચ (૩૪મીમી) જેટલો વરસાદ જિલ્લામાં સૌથી વધુ છે.  જ્યારે સૌથી ઓછો વરસાદ ડેસર તાલુકામાં ૫ મીમી પડ્યો છે.  આ સાથે શહેર-જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક સુધીમાં કરજણ ખાતે મોસમનો કુલ વરસાદ ૧૮૩ મીમી અને વાઘોડિયામાં સૌથી ઓછો મોસમનો કુલ ૮૧ મીમી વરસાદ નોંધાયો છે. 

ઉલ્લેખનીય છે કે ચોમાસાની ઋતુમાં દિન પ્રતિદિન વરસાદ જામી રહ્યો છે ત્યારે સાવલીમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮ મીમી સાથે કુલ વરસાદ ૪૯ મીમીએ પહોંચ્યો છે. વડોદરામાં ગઈ કાલે સવા ઈચ વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ ૧૩૨ મીમી (સાડા પાંચ ઇંચ) નોંધાયો છે. જ્યારે વાઘોડિયામાં 11મીમી વરસાદ છેલ્લા ૨૪ કલાકમાં પડતા મોસમનો કુલ વરસાદ ૮૧ મીમી થયો છે. આવી જ રીતે ડભોઇમાં ૧૫ મીમી વરસાદ છેલ્લા ૨૪ કલાકમાં પડતા આંક ૧૨૭ મીમી સુધી પહોંચ્યો છે. જ્યારે પાદરામાં કુલ વરસાદ ૧૧૫ મીમી હતો જેમાં ગઈકાલનો ૨૨ મીમી વરસાદ ઉમેરાતા કુલ મોસમનો કુલ વરસાદ ૧૩૭ મીમીએ પહોંચ્યો છે. જોકે કરજણમાં એક ઇંચથી વધુ ૨૯ મીમી વરસાદ 24 કલાક દરમિયાન પડતા મોસમનો કુલ વરસાદ ૧૮૩ મીમી થયો છે. જ્યારે શિનોર તાલુકામાં પોણો ઇંચ વરસાદ ૨૪ કલાકમાં પડતા મોસમનો કુલ વરસાદ ૧૧૭ મીમી અને ડેસર ખાતે ૦૫ મીમી વરસાદ પડતા મોસમનો કુલ વરસાદ ૯૨ મીમી નોંધાયો છે.

Gujarat