Get The App

વાઘોડિયા રોડની ખાનગી હોસ્પિટલમાં એન્જિનિયરનો આપઘાત

હું સાજો નહીં થાઉં તેવા વિચારોથી ટેન્શનમાં રહેતા હતા : સતત ટેસ્ટ કરાવતા હતા

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
વાઘોડિયા રોડની ખાનગી  હોસ્પિટલમાં એન્જિનિયરનો આપઘાત 1 - image

વડોદરા,સતત બીમારીના વિચારોથી ડિપ્રેશનમાં આવેલા એન્જિનિયરે હોસ્પિટલના ડીલક્ષ રૃમમાં જ પંખા  પર ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે બાપોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વાઘોડિયા રોડના અણખોલ ગામ પાસે પાર્ક રેસ્ટ સોસાયટીમાં રહેતા ૪૫ વર્ષના દિપક સંજયભાઇ એલ એન્ડ ટી કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા.  હાલમાં તેઓ વર્ક ફ્રોમ હોમમાં  કામ કરતા હતા. ગઇકાલે તે સારવાર માટે વાઘોડિયા રોડની વૃંદાવન હોસ્પિટલમાં દાખલ થયો હતો. આજે સવારે તેમણે હોસ્પિટલના ડીલક્ષ રૃમમાં ચાદર વડે પંખા પર લટકીને આપઘાત કરી લીધો હતો. થોડીવાર પછી નર્સ દવા આપવા માટે આવી ત્યારે બનાવની જાણ થઇ હતી. બનાવ અંગે બાપોદ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી હતી કે, દિપકભાઇને લીવરની બીમારી હોવાથી આઠ મહિના પહેલા જ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. ટ્રાન્સપ્લાન્ટ પછી તેઓ સતત એવા ટેન્શનમાં રહેતા હતા કે, હું સાજો થાઉં નહીં. ડોક્ટરે પોલીસને જણાવ્યું હતું કે, દિપકભાઇને બીમારીનું ટેન્શન રહેતું હતું. તેઓ અવાર - નવાર ટેસ્ટ કરાવતા હતા. જોકે, તમામ રિપોર્ટ નોર્મલ આવતા હતા. ગઇકાલે પણ તેઓ સારવાર માટે દાખલ થયા ત્યારે પણ કોઇ ગંભીર બાબત નહતી.દિપકભાઇની પત્ની ઘરકામ કરે છે. જ્યારે તેમના બે સંતાનો અભ્યાસ કરે છે.


Google NewsGoogle News