'ગણપતિ બાપ્પા મોરિયા, અગલે વર્ષે લવકર્યા' ના નાદ સાથે ભક્તો દ્વારા ગણેશજીને ભાવભરી વિદાય
- કૃત્રિમ તળાવ પર પ્રમાણમાં ભારે ભીડ, પોલીસનું સતત પેટ્રોલિંગ, તમામ ઇમર્જન્સી સગવડો તૈનાત, તળાવ કિનારે નિર્માલ્ય કળશ મુકાયા
વડોદરા,તા.28 સપ્ટેમ્બર 2023,ગુરૂવાર
વડોદરા શહેરમાં દસ દિવસનું ભવ્ય આતિથ્ય માણ્યા બાદ આજે અનંત ચતુર્થીના દિવસે ભક્તો દ્વારા સ્થાપન કરાયેલી શ્રીજી મૂર્તિનું આન બાન શાનથી વિવિધ વિસ્તારોમાં બનાવાયેલા ચારેય દિશાના કૃત્રિમ તળાવો પૈકી નજીકના તળાવે વિસર્જન કરવા વહેલી સવારથી જ ભક્તજનો શ્રીજી મૂર્તિ વિસર્જન શોભા યાત્રા સાથે ડીજેના તાલે નાચ ગાન કરતા નીકળી પડ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં નાની મોટી 10 હજારથી વધુશ્રીજીની પ્રતિમાઓના સર્જન ટાણે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કૃત્રિમ તળાવ ચોફેર અને શહેરભરમાં તંત્ર દ્વારા ગોઠવી દેવાયો છે જ્યારે પાલિકા તંત્ર દ્વારા કૃત્રિમ તળાવની ચોફેર હેલોજન લાઇટ સહિત તળાવમાં તળાવમાં અને તળાવ કિનારે ક્રેનોની ગોઠવણી સહિત ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ વાનને તેના રખાયા છે.
ઉલ્લેખનીય છે કે ગણેશમૂર્તિ વિસર્જન માટે નવલખી કૃત્રિમ તળાવ ખાતે 16 સહીત અન્ય તમામ કૃત્રિમ તળાવ ખાતે 10-10 કોનો ગોઠવાઈ ગઈ છે છ ફૂટ થી મોટી શ્રીજી ની પ્રતિમા પ્રસંગે ક્રેનની મદદ થી મૂર્તિ વિસર્જન કરાશે જોકે તમામ તળાવના કિનારે પાલિકા દ્વારા નિર્માલ્ય કળશ મૂકવામાં આવ્યા છે જ્યાં શ્રીજી ની મૂર્તિ પર લગાવેલો શૃંગાર સહિત પૂજાપો અને ફુલહાર કેળના પાન સહિત તમામ ચીજ વસ્તુઓ આ કળશમાં નાખવા પાલિકા દ્વારા ખાસ સુચના આપવામાં આવી છે.
ઘરે ઘરે સ્થાપન કરાયેલા નાના શ્રીજી મૂર્તિની સવારીઓ વિસર્જન અર્થે ગણપતિ બાપ્પા મોરિયા અરધુ લાડુ ચોરીયા, આવતા વર્ષે લવકર્યાના નારા સાથે અશ્રુભીની આંખે શ્રીજી ને વિદાય આપી રહ્યા હતા.
શહેરના નવલખી કૃત્રિમ તળાવ સહિત અન્ય ચાર્ય દિશા ના કૃત્રિમ તળાવો જેમાં સોમા તળાવ, હરણી, સમા અને માંજલપુર કૃત્રિમ તળાવ ખાતે વહેલી સવારથી જ શ્રીજી મૂર્તિ વિસર્જન અંગે ભક્તજનો લાઈન લગાવીને ઊભા છે જોકે તમામ તળાવ પર કોઈ અઘટિત ઘટના ન ઘટે એ અંગે એમ્બ્યુલન્સ વાન સહિત ફાયર ફાઈટર તથા અન્ય ઇમર્જન્સી સગવડ તૈનાત રાખવામાં આવી છે.
દરમિયાન શહેરના તમામ વિસ્તારમાં સ્થાપન કરાયેલી શ્રીજીની મૂર્તિનું વિસર્જન રાત્રે 12 વાગ્યા સુધીમાં સમાપન કરાય એવો પોલીસ નો ટાર્ગેટ છે. જોકે આવતીકાલે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાંથી ઈદે મીલાદના જુલુસો નીકળવાના હોવાથી મોડી સાંજે ચાર દરવાજા વિસ્તારમાં તથા અન્ય સંવેદન સહિત અતિ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ સતત ચાલુ રખાયું છે.