Get The App

કલોલના ઇન્દિરા નગરમાં વૃદ્ધાનો કોલેરા ટેસ્ટ પોઝિટિવ

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
કલોલના ઇન્દિરા નગરમાં વૃદ્ધાનો કોલેરા ટેસ્ટ પોઝિટિવ 1 - image


કોલેરાનો વધુ એક કેસ મળી આવતા આરોગ્ય તંત્ર અને નગરપાલિકા તંત્રમાં દોડધામ

કલોલ :  કલોલમાં કોલેરાનો રોગચાળો જોવા મળતા જિલ્લા કલેકટર દ્વારા કલોલ શહેરના મહેન્દ્ર મિલની ચાલી અને ગાયોના ટેકરા વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે ત્યારે  મહેન્દ્ર મીલ ની ચાલી વિસ્તારમાં આવેલ ઇન્દિરા નગરના ખાડામાંથી કોલેરાનો કેસ મળી આવતા આરોગ્યતંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલમાં કોલેરાનો રોગચાળો ફાટી નીકળ્યો હતો જેના પગલે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને કલોલ શહેરના કેટલાક વિસ્તારને કોલેરા ગ્રંથ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં મહેન્દ્ર મિલની ચાલી તથા ગાયોના ટેકરા વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો ત્યારબાદ આરોગ્ય તંત્ર દ્વારા રોકડાની ડામી દેવા ત્યારબાદ આરોગ્ય તંત્ર દ્વારા રોગચાળાને ડામી દેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે કલોલ શહેરના કોલેરા ગ્રસ્ત વિસ્તાર એવા ઇન્દિરા નગરના ખાડામાંથી કોલેરાનો કેસ મળી આવ્યો હતો ઝાડા ઉલટી ની ફરિયાદ સાથે ૬૫ વર્ષના મહિલા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમના ઝાડાનું સેમ્પલ લેવામાં આવતા તેનો કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેના પગલે આરોગ્યતંત્ર દ્વારા જરૃરી કાર્યવાહી યાદ કરવામાં આવી છે આરોગ્ય તંત્ર દ્વારા સર્વે કરીને દવા તેમજ ઓઆરએસ ના પેકેટ અને ક્લોરિન ની ગોળીઓ સહિતનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને કોલેરા અંગે લોકોમાં જાગૃતિ આવે તે બાબતે કાર્યવાહી કરવામાં આવી રહી છે નગરપાલિકા તંત્ર દ્વારા પણ કલોલમાં કોલેરાનો રોગચાળો અટકાવવા માટે ખાણીપીણી અને નાસ્તાની તમામ  લારીઓ બંધ કરાવી દેવામાં આવી છે.


Google NewsGoogle News